- સંભવિત કોમર્શિયલ રેલવે લાઈનને લઇ યોજાઈ ખેડૂતોની બેઠક
- વડોદરા ઝાલા ગામે 30 ગામોના ખેડૂતો થયા એકત્રિત
- ખેડૂત એકતા મંચના ગુજરાત પ્રમુખ સાગર રબારી સહીતના આગેવનો રહ્યા ઉપસ્થિત
- આગામી દિવસો માં લડી લેવાની રણનીતિ ઘડાય
ગીરસોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાની જગ્યામા રેલ્વેલાઇન વિરોધ મા 30 ગામના ખેડૂતો ની મહત્વની મિટીંગ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ મળી જેમા આગામી દિવસોમા ખેડૂતો જમીન મુદે સરકાર અને રેલવેતંત્ર સામે લડી લેવાની રણનીતિ ઘડવામા આવી.
ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ ,સુત્રાપાડા અને કોડીનાર ના ગ્રામ્ય વિસ્તાર માંથી સંભવિત કોમર્શિયલ રેલવે લાઈન મામલે 2016 થી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જો કે લાંબા સમય થી આં રેલવે લાઈન મામલે કોઈ ગતિવિતી ન થતા ખેડૂતો એ રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ ફરી ગૂગલ મેપ પર સંભવિત રેલવે લાઈન ની ગતિવિધિ દેખાતા ખેડૂતો ની ઊંઘ હરામ થઈ છે.હવે આં રેલવે લાઈન દરિયા કાંઠા વિસ્તાર માંથી પસાર થવાની સંભાવના ના પગલે દરિયા પટ્ટી વિસ્તારો ના ગામોના ખેડૂતો રોષે ભરાયાં છે અને આજે સુત્રાપાડા ના ઝાલા વડોદરા ગામે મહાબળ બાપા ના મંદિર ના પટાંગણ માં મોટી સંખ્યામાં આશરે 30 થી વધુ ગામોના ખેડૂતો ખેડૂત એકતા મંચના ગુજરાત પ્રમુખ સાગર રબારી ની આગેવાની માં એકઠા થયા હતા. આ બેઠક માં ખેડૂતો આગેવાનો અને અન્ય નેતાઓ દ્વારા આગામી દિવસો માં આંદોલન ની ચીમકી આપી છે જાન દઈશું પણ જમીન ન આપવા ખેડૂતો એ હાકલ કરી છે અને હવે લડી લેવાનો રસ્તો ત્યાર કર્યો છે સાથે જ રેલવે વિભાગ અને સરકાર સાથે પણ આં મામલે ચર્ચા કરવાની રણનીતિ ઘડવામાં આવી છે આગામી દિવસો માં આંદોલન છેડવાને લય ખેડૂતો એકઠા થયા છે અને સરકાર કોઇપણ નિર્ણય કરે તેમા આ વિસ્તાર ના ખેડૂતોને વિશ્ર્વાસ મા લે પછી જ આગળ વધે અને પોલિસ બંદોબસ્ત ફાળવે તેવી પણ માંગ ઉચ્ચકક્ષાએ કરવામા આવશે . આજની આ બેઠકમા હજજારોની સંખ્યામા સરપંચો , પૂર્વ સરપંચો , રાજકીય નેતાઓ, ખેડૂતો બહોળી સંખ્યામા એકઠા થયા હતા .
અહેવાલ : અતુલ કોટેચા