વરસાદની ખેંચ રહેતા પુરી ઉપજ ન થતા પુત્રીના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી જીવન ટુંકાવ્યું
ગઢડા તાલુકાના ગુંદાળા ગામે રહેતા એક ખેડુતએ સારા પાકની ઉપજ થવાની આશા સાથે અન્ય ખાતેદારની ૪૦ વિધા જમીનમાં વાવણી કરી સારૂ વર્ષ જાશે તે આશાએ ખાતર બિયારણ સહિતમાં સારો ખર્ચ કરી કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમજ આ ઉપજમાંથી પોતાની દિકરીને પરણાવવાનું નકકી કરી લીધું હતુ. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ઉડાડી જતા ઉભો પાક નિષ્ફળ ગયો હતો.જેના ભારે ટેન્શનમાં આવી જઈ આજે ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.
ગઢડાના ગુંદાળા ગામે રહેતા અને અન્યની ૪૦ વિઘા જમીનમા ખેતીકામ કરતા કાળુભાઈ ચૌહાણ ઉ.૪૦ એ સમયસરનો વરસાદ હોવાથી સારા પાકની આશા રાખી ખેતીમાં ખાતર બિયારણ માટે સારો એવો ખર્ચ કરી નાખ્યો હતો. તેમજ સારૂ વર્ષ જાય અને ઉપજ સારી રહેશે.
તે આશાએ દિકરીના લગ્ન પણ આ વરસેજ કરી નાખવા નકકી કરી લીધું હતુ. પાક તદ્ન નિષ્ફળ જતા તેભારે હતપ્રભ થઈ ગયેલા આમ ખેતીના નાણા ખર્ચાઈ જતા તેમજ ખર્ચા વધીજતા તેને આર્થિક બોજો વધી ગયો હતો તેમજ પાકની ઉપજમાંથી આ વર્ષે દિકરીના લગ્ન કરવાનું સ્વપ્નું પણ રોળાઈ જતા તેણે આજે તેના ઘરે જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વહોરીલીધો હોવાનું તેના કુટુંબીજનોએ પોલીસ ચોપડે નોંધાવ્યું હતુ. ગઢડા પોલીસે આઅંગેની તપાસહાથ ધરી છે.