સાઉથ આફ્રિકાના કુગર નેશનલ પાર્કમાંથી ફરાર થઈ ખેડુતોના પશુઓ આરોગતા ત્રણેય સાવજોને ગોળી મારી દીધી
ગીરમાં વસતા એશીયાટીક સિંહોની સુરક્ષા માટે કડક કાયદા ઘડવામાં આવ્યા છે. સિંહોના સંવર્ધન માટે વર્ષે કરોડો ‚પીયાનો ખર્ચ કરવામાં આવે છે. સિંહોના સંવર્ધન માટેના પ્રયાસોને ઘણા અંશે સફળતા પણ મળી છે. બીજી તરફ એક એવો દેશ છે. જયાં સિંહોના કતલની છૂટ અપાઈ છે.
તાજેતરમાં સાઉથ આફ્રિકાના કુગર નેશનલ પાર્કમાંથી ફરાર થયેલા ત્રણ સાવજોને ગોળીમારી ઠાર કરાયા છે. આ સાવજો એક ખેડુત પશુઓનો શિકાર કરી આરોગતા હતા તે સમયે ખેડૂતે ઓથોરીટીને જાણ કરી હતી અને ત્રણમાથી એકને ગોળી મારી ઠાર કર્યો હતો. જયારે અન્ય ઘાયલ હાલતમાં નાશી છૂટયા હતા.
ઘાયલ સાવજો અન્ય પ્રાણી કે માણસને નુકશાન ન પહોચાડે તેમાટે નેશનલ પાર્કનાં અધિકારીઓએ હેલીકોપ્ટરથી તેમની શોધખોળ શ‚ કરવામાં આવી હતી અલબત બંને ઘાયલ સિંહો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ સિંહો અગાઉ પણ નેશનલ પાર્કમાંથી નાશી છૂટયા હતા જેથી સિંહો પાર્કમાં પરત ફર્યા હોત તો પણ તેઓ બહાર જઈ ફરીથી શિકાર કરત તેવી દહેશત હતી માટે ત્રણેયને ઠાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝીમ્બાબ્વેક અને મોરામ્બીકની સરહદ નજીક ક્રુગર પાર્ક છે. જેમાં ૧૫૦૦ સાવજો વસવાટ કરે છે. આ પાર્કની સાઈઝ બેલ્ઝીયમ જેટલી છે.