છેલ્લા ઘણા સમયથી વરસાદ વગર ખેડૂતો ચિંતિત થઇં ગયા હતા. ખેડૂતોએ વાવણી કરેલા કપાસ, તલ, મગફળી,જુવાર, બાજરી જેવા પાકો વરસાદ વગર સુકાઇ રહ્યા હતા
એવામાં આજે ચોટીલા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી હળવા થી મધ્યમ વરસાદ શરૂ થયો છે જે ખેડૂતો માટે અમૃત સમાન છે અને અસહ્ય ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી
આ સાથે જ 29 જૂને રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ નોંધાયો હતો. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર અડધા કલાકમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢમાં બે ઈંચ, ડાંગના આહવામાં2 ઈંચ તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ તેમજ જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો.
જિલ્લો | તાલુકો | વરસાદ |
ગીર સોમનાથ | વેરાવળ | 48 |
અરવલ્લી | મોડાસા | 46 |
જૂનાગઢ | મેંદરડા | 44 |
ગીર સોમનાથ | સુત્રાપાડા | 41 |
મહેસાણા | બહુચરાજી | 40 |
ભાવનગર | ઘોઘા | 39 |
ભાવનગર | જેસર | 38 |
મહેસાણા | મહેસાણા | 36 |
જૂનાગઢ | માળીયા | 33 |
જામનગર | ધ્રોલ | 32 |
અમરેલી | લીલીયા | 30 |
પાટણ | હારીજ | 29 |
જૂનાગઢ | વિસાવદર | 28 |
રાજકોટ | કોટડાસાંગાણી | 27 |
પાટણ | સરસ્વતી | 25 |