સાબરકાંઠા જીલ્લા ના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડ માં ઘઉંની આવક વધતા ભાવ મામલે ખેડુતોએ રોષ ઠાલવ્યો હતો ખેડુતો એ એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો તો માર્કેટ ની ઓફિસ ખાતે ખેડુતોએ ચેરમેન અને સેક્રેટરીની ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ત્યા રજુઆત કરી હતી હરાજીમાં ભાવમાં વધારો થયો જોઈએ ત્યારબાદ હરાજી પણ અટકાવવામાં આવી હતી તો તમામ ખેડુતોએ એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો હતો. માર્કેટમાં 380 થી હરાજી શરૂ થાય છે જે ખેડુતોને પોષાય તેમ નથી
જેના કારણે ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો તો ત્યાંથી તમામ ખેડુતોએ થોડીવાર માટે હરાજી પણ બંધ કરાવી હતી અને ઘઉંના ભાવમાં વધારો થાય તેવી માંગ પણ કરી હતી માર્કેટમાં ખેડુતોએ હોબાળો મચાવતાજ ત્યા પોલીસ બોલાવવામાં આવી હતી પોલીસના પહોચ્યા બાદ ખેડુતોએ સાથે વાતચીત બાદ હરાજી શરૂ કરાઈ હતી પરંતુ ખેડુતોનો રોષ જોવા મળ્યો હતો આમ તો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ભાવ પડતા હતા પંરતુ હાલ ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે અને આજે આવક પણ વધુ હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોય તેવુ માર્કેટિંગ યાર્ડના કર્મીઓ જણાવી રહ્યા હતા તો સાથે અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા હિંમતનગર વધુ ભાવ મળી રહ્યા છે
તેવુ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ રજુઆતમાં જણાવ્યુ હતુ તો સેક્રેટરી એ જણાવ્યુ હતુ કે માલની ગુણવત્તા પ્રમાણે ભાવ નીચા પડી રહ્યા છે જેના કારણે ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો અને હાલ હરાજી રાબેતા મુજબ ચાલુ છે આમ તો આ વર્ષે કમોસમી વરસાદે ખેડુતની કમર તોડી નાખી છે અને સામે ભાવ પણ નીચા મળી રહ્યા છે ત્યારે ખેડુતોએ આ મામલે રોષ ઠાલવ્યો હતો અને થોડીવાર માટે હરાજી બંધ કરાવી વિરોધ દર્શાવી વધુ ભાવની માંગ કરી હતી.