બે બે દિવસ સુધી ફોલ્ટ રીપેર થતાં નથી

ભાજપ અગ્રણી ડો. રાજભા જાડેજાની ઉર્જા મંત્રીને રાવ

ધ્રોલ તાલુકામાં વીજ કચેરીના કર્મચારીઓના વાંકે ખેડૂતોને હાલાકી ભોગવવી પડતી હોવાની તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે.

જામનગર જીલ્લા ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ ‚રલની જીઇબીના કર્મચારઈ દ્વારા ખુબ જ મનમાની ચલાવવામાં આવે છે હાલ વાવણીની સીઝન ચાલુ છે ખેડુતો દ્વારા મોધાદાટ બિયારણ લઇ વાવણી કરવામાં આવે છે અને વાવણી ચાલુ હોઇને લાઇટ ગુલ થઇ જાય છે. પછી બે બે દિવસ લાઇટ ન આવે એટલે ખેડુતો દ્વારા કરવામાં આવેલ વાવેતર પાણીના મળવાના કારણે ખરાબ થઇ જાય છે.

ધ્રોલ તાલુકાના ખેડુતોને અમુક કર્મચારીના હિસાબે ખુબજ હાલાકી ભોગવી પડે છે. વાવણીની સીઝન હોવા છતાં ખેડુતોને ટી.સી. ફોલ્ટ માં ગયા પછી રીપેર તાત્કાલીક મળતા નથી. તાલુકાના ‚રલ વિસ્તારમાં આવતા ગામડાઓ જેમ કે જાયવા, સુઘાગુના, લૈયાળા, જાબીડા, ગઢડા, ખારવા દેડકડર જેવા વધુ વામોની પરિસ્થિતિ ખુબજ કફોડી છે. ગામડાઓમાં આઠ અઠ દસ દસ કલાકો સુધી લાઇટ ફોલ્ટમાં હોય છે. કયારેક  કયારેક તો બે બે દિવસ સુધી ખેતી વાડી વિસ્તારની અને જયોતિ ગ્રામની પણ લાઇટ બંધ હોય છે.

હાલ લોકડાઉન જેવી સ્થિતિમાં ખેડુતો હાલાકી ભોગવે જી.ઇ.બી.ની ઓફીસે જો કોઇ ખેડુત દ્વારા રજુઆત કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા ખેડુતો સાથે ખુબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.