40 વર્ષ પૂર્વે ટોચ મર્યાદા ધારા હેઠળ જસદણના વડોદમાં મળેલી જમીન ખાતે કરી દેવાની માંગ સાથે લડત, બે મહિલા સહિત 12 જેટલા અરજદારોનો કચેરીમાં પડાવ, જ્યાં સુધી પ્રશ્ર્નનો નિવેડો નહિ આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો હુંકાર

40 વર્ષ પૂર્વે જસદણના વડોદમાં ટોચ મર્યાદા ધારા હેઠળ મળેલી જમીન ખાતે કરી આપવાની માંગ સાથે રાજકોટ કલેકટર કચેરીમાં 12 અરજદારોએ પડાવ નાખ્યો છે. તેઓએ ગઈકાલથી ઉપવાસ આંદોલન કરીને કચેરીમાં જ રાતવાસો પણ કર્યો છે.

આ મામલે અરજદાર રમેશભાઈ ચાવડાએ જણાવ્યું કે કેવો જસદણના વડોદ ગામમાં રહે છે. 1982માં તેઓના પરિવારને જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી. વડોદ ગામમાં આવી જ રીતે 17 જેટલા આસામીઓ છે જેઓને કુલ 250 વીઘા જેટલી જમીન મળી છે. પણ આ જમીન ખાતે થતી ન હોય અરજદારોએ અવારનવાર જસદણ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ કલેકટર કચેરીએ ધક્કા ખાધા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ તેઓએ આ પ્રશ્ન રજૂ કર્યો છે.  છતાં આજ દિવસ સુધી આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. પરિણામે 12 જેટલા અરજદારોએ અગાઉ તા. 25 સપ્ટેમ્બરના રોજ ધરણાનપ કાર્યક્રમ કર્યો હતો. પરંતુ ત્યારે પોલીસની મંજૂરી ન હોય તેઓને કાર્યક્રમ સમેટવો પડ્યો હતો. પરંતુ હવે તેઓએ પરમિશન સાથે કલેકટર કચેરીમાં ધારણા અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

ગઈકાલે 11 વાગ્યાથી તેઓએ આ આંદોલન શરૂ કર્યું છે. ઉપરાંત અહીં જ તેઓએ રાતવાસો પણ કર્યો છે. બીજી તરફ તેઓએ જણાવ્યું કે આ જમીનના 7/12 પણ નીકળે છે. જમીનના હુકમ કર્યા ત્યારે ખેત ઓજારો ખાતર સહિતની સહાય પણ મળી હતી. સરકારે જમીન વિહોણા ખેડૂતો જે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવા ઉપદેશથી આ જમીન આપી હતી પરંતુ હાલ કમ નસીબે આ જમીન તેઓના નામે થઈ નથી જેથી તેઓને માંગ છે કે આ જમીન તેઓના નામે થઈ જાય જેથી તેઓ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે.

ઉલ્લેખનીય છે કે આ 12 અરજદારોએ ગઈકાલે સવારથી જ કલેકટર કચેરીમાં પડાવ નાખ્યો હતો. તેઓએ રાતવાસો પણ કચેરીના કમ્પાઉન્ડમાં કર્યો છે. આ અરજદારોમાં બે મહિલાઓ પણ છે. ઉપરાંત બે વૃદ્ધ અરજદારો છે. તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા હોય ગમે ત્યારે તબિયત લથડે તેવી સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.