દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંપૂર્ણપણે આકાશી પાણી પર ખેતી માટે નિર્ભર રહેવું પડે છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ એક વખત નહિ પણ બે-બે વખત અમુક અમુક ખેડૂતોએ તો ત્રણ ત્રણ વખત વાવણી કરી છે અને મોંઘા બિયારણ, ખાતર, દવાએ પાયમાલ કરી નાખ્યા છે. જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ વીમા કવચ લીધેલું છે પરંતુ પી.એમ.એફ.બી.વાય.ની આટીઘૂંટી વાળી જોગવાઈઓ અને એનો નબળો પ્રચાર પ્રસારના લીધે ખેડૂતને યોગ્ય માહિતી મળતી ન હોવાથી ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા સો ટકા પાકવીમો આપવામાં આવે તેવી માંગણી સાથે પાકવિમાં રૂપી લટકતું ગાજર ખેડૂતોએ માથે ગાજર લટકાવી અનોખો વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જિલ્લામાં ચારેય તાલુકા મથકોએ નોંધાયેલ વરસાદના રોજ રોજના આંકડાઓનું પત્રક સામેલ કરી, છેલ્લા ત્રીસ વર્ષના વરસાદની સરેરાશ સાથે સરખાવી દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ૧૦૦% પાકવિમો આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ધરતીપુત્રો જોડાયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.