ખેતરે જવાના રસ્તે ખોદકામ કરાતા ખેડૂતોએ ગાડા લઇને ટોલ બુથનો ઘેરાવ કર્યો: પાંચની અટકાયત

રાજકોટ નેશનલ હાઈ વે પર આવેલ પીઠડીયા ટોલ નાકા દ્વારા ટોલ ગેટના રસ્તાની બંને બાજુ દોઢ દોઢ ફૂટ સાઇડો ખોદી નાખી હોવાથી પીઠડીયા ગામના ખેડૂતોને ખેતી કામ માટે જવા માટે ચાર કિમી જેટલું અંતર ફરીને જવું પડતું હોય ખેડૂતો દ્વારા ટોલ નાકા ઓથોરીટીને ખોદેલ ગાડા માર્ગ પર માટી નાખી રસ્તો ફરી ગાડા ચાલવા લાયક કરવાની અનેક રજૂઆત કરી હતી.IMG 20180927 WA0156

પરંતુ ટોલ નાકા ઓથોરીટી ખેડૂતોની કંઈ વાત સાંભળવા તૈયાર ન હોય ખેડૂતો દ્વારા આજે સવારથી જ ગાડાઓ લઈ ટોલ નાકે વિરોધ કરવા માટે પહોંચતા ટોલ ઓથોરીટી દ્વારા વિરોધની અગાઉથી જ પોલીસને જાણ કરી હોવાથી ટોલ નાકે વીરપુર, જેતપુર અને ધોરાજીથી પોલીસના ધાળેધાળા ઉતરી આવ્યા બીજીબાજુ ખેડૂતો દ્વારા વિરોધની જાહેરાત મુજબ ગાડાઓ લઈ ટોલ નાકા પહોંચતા પોલીસે ગાડાઓને અટકાવ્યા હતા અને ટોલ ઓથોરિટી સાથે પોલીસ મધ્યસ્થી બની ખેડૂતોની વાટોઘાટો કરતા ટોલ ઓથોરીટી ખોદેલ રસ્તા પર માટીનું પુરાણ કરી રસ્તો ફરી ગાડા ચાલવા લાયક બનાવી આપવાની સહમતિ આપી હતી.

પરંતુ કેટલાક ખેડૂત આગેવાનોએ અમો કેટલા સમય આવો ટોલ નાકા વાળાઓનો ત્રાસ સહન કરી તેમ કહીને વિરોધ કરતા પોલીસે પાંચ ખેડૂતોની અટક કરી વીરપુર પોલીસ સ્ટેશને લઈ ગયેલ ટોલ નાકા ની બાજુના સર્વિસ રોડ નું કામ જે રોકાયું હતું તેમાં ખેડૂતો માટે વૈકલ્પિક વ્યાસ્થા કરી હાલ પૂરતો ચાલુ કરી દેવામાં આવશે અને જે કામ બાકી છે તે તાત્કાલિક પૂરું કરી દેવામાં આવશે. પ્રોજેક્ટ મેનેજર રિતેશકુમાર સિંગે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.