સરકારે પેમેન્ટ ન ચૂકવતા ખેડૂતો આર્થિક ભીંસમાં: સર્વજ્ઞાતિ માનવ સમાજની મુખ્યમંત્રીને રજુઆત
મોરબીમાં અગાઉ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાયા બાદ ખેડૂતોને પેમેન્ટ ન ચુકવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠયો છે સર્વ જ્ઞાતિ માનવ સેવા સમાજ મોરબી એ મુખ્યમંત્રીને રજૂઆત કરી તાત્કાલિક પેમેન્ટ ચૂકવી આપવાની માંગ ઉઠાવી છે.
સર્વજ્ઞાતિ માનવ સેવા સમાજ મોરબીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે મોરબી જિલ્લાના માર્કેટીંગયાર્ડમાં ૬ થી ૯ માર્ચ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી ઘણો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી ખેડૂતોને મગફળીનું પેમેન્ટ મળ્યું નથી. હાલમાં તમામ નાના મોટા ખેડૂતોને ધિરાણની રકમ ચૂકવવાની હોય ત્યારે જરૂરતના સમયે પૈસા ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે .
વધુમાં ઉમેર્યું હતું કે એક તરફ મગફળીના પેમેન્ટનું કોઈ ઠેકાણું નથી બીજી તરફ કૃષિમંત્રીએ એવી જાહેરાત કરી છે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સરકારે આવી જાહેરાત કરવાના બદલે પહેલાં ખેડૂતોના બાકી પેમેન્ટની ચિંતા કરવી જોઈએ. વધુમાં ખેડૂતોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે પૈસા જ નહીં મળે એવી ખબર હોત તો મગફળીને ટેકાના ભાવે વેચવાના બદલે અન્ય જગ્યાએ વેચી હોત. હાલ ખેડૂતો મુશ્કેલીમાં હોવાથી બાકી પેમેન્ટ તાકીદે ચૂકવવાની માંગ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com