અગાઉનો સ્ટોક માલ ભૂલથી વેચાયો હોય ખેડૂતોને વળતર આપવાનો એમ.ડી.નો ખૂલાસો
થોડા દિવસો પહેલા ખેડૂતો સાથે ખાતર મામલે થયેલી છેતરપિંડીની આગ હજુ બુઝાણી નથી ત્યાં ફરી એકવાર ખાતરની બેગમાં ઓછુ ખાતર નીકળતા માર્કેટીંગ યાર્ડમાં આજે ખેડૂતોએ રોષભેર હલ્લાબોલ મચાવ્યો હતો.
નર્મદા બાયો કેમ લીમીટેડ કંપનીની પ્રોડકટ એવા ખાતરમાં આજે ફરીવાર ખેડૂતો સાથે અન્યાય થયો છે. આ કંપનીની ખેડૂતોએ ખરીદ કરેલી ખાતરની થેલીમાં ૪ થી ૬ કિલો ઓછુ ખાતર નીકળતા કિસાનોએ હોબાળો મચાવ્યો હતો. જોકે આ છેતરપીંડી મામલે કંપનીના એમ.ડી.એ. ખુલાસો પણ આપ્યો છે. તેમને જણાવ્યું હતુ કે અગાઉ સ્ટોક કરેલી ખાતરની બેગનો નિકાલ કરવાનો બાકી હોય જેનું વેચાણ થયું છે. ખેડુતોએ ખરીદ કરેલ આ ખાતરનું વળતર પણ ગ્રાહકોને ચૂકવવામાં આવશે.
માર્કેટીંગ યાર્ડમાં આ મામલે ખેડુતો રોષ ભરાઈ આક્રમક બન્યા હતા. જોકે થોડીવારમાંજ કંપનીના ખુલાસા બાદ ખેડુતો શાંત પડયા હતા. અને મામલો થાળે પડયો હતો.