મૂળી તાલુકામા ગતવર્ષે અનરાધાર વરસાદના કારણે ખેતરો મા વરસાદીપાણી ભરાતા ખેતરો અને પાકનો મોટાપાયે સફાયો થયો હતો આમ છતા હિમત દાખવી ધરતીપુત્રોએ ચોમાસા દરમ્યાન કપાસ મગફળી સહીત પાકનુ વાવેતર કરવા યેનકેન પ્રકારે નાણાલાવી મોધાભાવના બિયારણો લાવી ખેતરમા કાળી મજુરી કરી વાવેતર કરેલ પરંતુ ચોમાસા દરમ્યાન મૂળી પંથકમા નહીવત વરસાદ થતા પાક નિષ્ફળ નિવડયો હતો પાણીના અભાવે પાકનો ઓછો ઉતારો આવેલ ઉપરાંત પોષણક્ષમ ભાવો નહી મલતા જગતનો તાત આર્થિક સકળા મણ અનુભવી રહયો છે કુદરતની બબ્બે થપાટો ઉપરાત પાકવિમાનો પ્રશ્ન અધ્ધરતાલે લટકે છે સરકારે મૂળીતાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યાબાદ હજી સુધી કોઇએવી સહાય નથી મલી જેના થકી ખેડુતો રાહતની લાગણી અનુભવી શકે ચારે તરફની મહામુસીબતો સામે બાથ ભરી રહેલા ખેડુતોને સમયા તંરે નિતનવી સમસ્યાનો સામનો કરવો પડી રહયો છે ખેતરમા જીરૂ ધઉ રાયડા એરંડાનો પાક ઉભો છે ત્યારે પીજીવીસીએલ તંત્ર દ્રારા ખેડુતોને વિજબીલના બાકી નાણા ભરવામાટે કડક કાર્યવાહી કરવામા આવતા પાક બચાવવા ઉચાવ્યાજે ઉછીના પાછીના કરી વિજબિલ ભરવા પડે છે કપરી પરસ્થિતી મા નાણા નહી ભરનારા ખેડુતોના વિજકનેકશનો કાપી નાખવામા આવતા ખેડુતને પડયા પર પાટુ સમાન લાગી રહયો છે કુદરત નો કપરો ધા ઉપરાંત સરકારી સહાયની આશા ઠગારી નિવડી ત્યારે પીજીવીસીએલ તંત્રે ખેડુતોને લાલઆંખ દાખવતા ખેડુત હવે ખરેખર મુઝરાઇ રહયો છે.
Trending
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?