કુંકાવાવના બી.આર.સી. ભવનના ગ્રાઉન્ડમાં કિશાન કલ્યાણ મહોત્સવ ઉજવાયો જેમાં ખેડુતોને મળતા લાભો સાધનો પશુપાલન કૃષિ ઓર્ગેજાક વગેરેની વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી ત્યારબાદ સ્વાગત પ્રસ્તાવના થી આવેલ અધિકારી, પદાધિકારી, દ્વારા કરવામાં આવી આ તકે અમરેલી કૃષિ વિઘાલયથી કુંજડીયા, જીએસએફસીથી ડોડીયા.
તા. વિ. અધિ. માલવીયા ગામના આગેવાનો સુભાષભાઇ ભગત, ગોપાલભાઇ અટાળા, વિનુભાઇ રાદડીયા, સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહેલ તો પ્રગતિશીલ ખેડુતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા જેમાં આલીગભાઇ તીતોસા , નરેશભાઇ અરજણભાઇ ચાવડા, રાજેશભાઇ ભીખાભાઇ સાવલીયા વિનુભાઇ માધાભાઇ ગઢીયા મીલનભાઇ હસમુખભાઇ ચોવટીયાને સન્માનીત કરાયા હતા. ૧પ જેટલા સ્ટોલ નિદર્શન માટે રાખેલ જેના વિવિધ ખાતાના અધિકારી ઓ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,