ખેડૂતો વધુ અને ગુણવત્તા યુક્ત કૃષિ ઉત્પાદન મેળવે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકાર પ્રયત્નશીલ
ખેડુતો વધુમાં વધુ કૃષી ઉત્પાદન સાથે ગુણવતાયુક્ત કૃષિ ઉત્પાદન લેતા થાય અને કૃષિ આવક બમણી થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્ર વિજયભાઈ રૂપાણીએ અનેકવિધ કૃષિ કાર્યક્રમો હાથ ધર્યા છે. તેમ વડાપ્રધાનશ્રીના ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત મોરબી માર્કેટીંગયાર્ડ ખાતે યોજાયેલ કિશાન કલ્યાણ મહોત્સવ-૨૦૧૮નો આજે દિપ પ્રગટાવી પ્રારંભ કરાવતા સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણના કાર્યકારી અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતુ.
કાર્યકારી અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ નર્મદા ડેમનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કરી ગુજરાતના લોકો અને ખેડુતોનું સ્વપ્ન સાકાર કર્યુ છે તેમ જણાવી તેમણે દક્ષિણ ગુજરાત ૬૮ ટકા પાણી અને સૌરાષ્ટ્ર્ના વિસ્તારો ૩૨ ટકા પાણી સ્ત્રોત ધરાવે છે. સૌરાષ્ટ્રને વધુ પાણી મળતુ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાથી સૌરાષ્ટ્રને વધુ પાણી મળતુ થયું છે આના પરિણામે સૌરાષ્ટ્રમાં કૃષિ વાવેતરમાં અનેકગણો વધારો થયો છે. જેનો આ વિસ્તારના ખેડુતોને સારો એવો ફાયદો મળવા સાથે ખેડુતો સમૃધ્ધ થયા છે. તેમ જણાવ્યું હતું તેમણે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના રણ વિસ્તારમાં જયા ખેતિમાં કોઈ ઉત્પાદન થતુ નહિ ત્યા આજે ખેડુતો જીરૂ અને કૃષિ પાકો પુષ્કળ પ્રમાણમાં લેતા થયા છે. તેમ પણ જણાવ્યું હતું.
કાર્યકારી અધ્યક્ષ જાડેજાએ સરકારે ખેડુતોને વિમા કવચ આપવા સાથે પ્રધાનમંત્રી કૃષિફસલ યોજના અમલી બનાવી છે. તેની વિસ્તૃત જાણકારી આપી જણાવ્યુ કે ખેડુતોને તેના કૃષિ ઉત્પાદન જેવા કે મગફળી, તુવેર,અળદ, જીરૂ અને રાયડાના ઉત્પાદનમાં વધુ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની વ્યવસ્થા ઉભી કરી છે. જેનાથી ખેડુતોને તેના ઉત્પાદનના વધુ ભાવો મળ્યા છે.જો ખેડુ સમુધ્ધ બનશે તો ગુજરાત સમુધ્ધ બનશે તેવા વિચાર સાથે સરકાર કાર્યક્રમો થકી આગળ વધી રહી છે.તેમ તેમણે જણાવ્યું હતું તેમણે ખેડુતોએ કૃષિ ઉત્પાદન વધારવા સરકારની કૃષિલક્ષી યોજનાઓ છે. તેના લાભો મેળવવા ખેડુતોએ સ્વંય જાગૃતિ કેળવવી પડશે તેમ પણ જણાવ્યું હતું
મહોત્સવ-૨૦૧૮ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કિશાન કલ્યાણ મહોત્સવ-૨૦૧૮ સાથે મોરબી જિલ્લાના ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા ખાતે પણ જુદા-જુદા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવા કાર્યક્રમો આજ સમયે યોજાયા હતા જેમા મોટી સંખ્યામાં ખેડુતોએ લાભ લીધો હતો.
જિલ્લા કલેકટર આર.જે,માકડીયાએ ખેડુતોને સરકારની જે કૃષિલક્ષી યોજનાઓ છે તેનો લાભ મેળવી કૃષિ વિકાસમાં જરૂરી પાસા છે તે ખેડ ખાતરને પાણીનો સમજદારીપૂર્વક અને સમય સાથે ઉપયોગ કરી કૃષિ ઉત્પાદન વધારવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિ. તરઘડીયાના સુકી ખેતી સંશોધન કેન્દ્રના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.ડી.એસ.હિરપરા, જુનાગઢ કૃષી યુનિ. મોરબીના ડૉ.હેમાંગી મહેતા, વેટરનરી ઓફીસર ડૉ.જે.વી.પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડી.એલ.કોરીંગા દવારા ઉપસ્થિત ખેડુતો ભાઈ-બહેનોને ખેડુતોને કૃષી આવક બમણી કરવા, સ્થાનિક કૃષીપાકો, પશુપાલન વ્યવસાય અંગે તેમજ વન વિભાગની ખેડુતલક્ષી યોજાનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ શાબ્દીક ઉદબોધનમાં ભારત સરકારના ગ્રામ સ્વરાજ અભિયાનની કડીરૂપ આ કિશાન કલ્યાણ મહોત્સવ-૨૦૧૮ની ઉજવણી થઇ રહી છે. તેમ જણાવી મોરબી જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યક્રમો આ સાથે થઇ રહયા છે. તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં ખેડુતોને જળસંચય અને વિવિધ કૃષીલક્ષી લાભોની જાણકારી આપતી કૃષી તજજ્ઞ દ્વારા તૈયાર કરાયેલી ડોકયુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક દિનેશભાઈ વડસોલાએ સુંદર રીતે કર્યુ હતુ આઈ.કે.જાડેજાએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વળાવીયા, જિલ્લા ભાજપ અગ્રણીશ્રી રાઘવજીભાઈ ગડારા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, મોરબી પ્રાંત અધિકારી શીવરાજસિંહ ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, કિશાન મોરચાના પ્રભુભાઈ પનારા, અગ્રણીઓ સર્વેશ્રી મેધરાજસિંહ ઝાલા, જયરાજસિંહ તથા ખેડુત ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com