તમામ ખેડુતોને કૃષિ યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્રો અપાયા
જલારામધામના ૩૫ જેટલા ખેડૂતો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિક્ષેત્રે આધુનિક ખેતી તેમજ કૃષિ ટેકનોલોજી,કૃષિના અવનવા આધુનિક ઓજારો,કૃષિમાં આવતા રોગો તેમજ મધમાખીની ખેતી,આયુર્વેદિક ઔષધીની ખેતી વિશેની માહિતી તેમજ તાલીમ મેળવી હતી,આ કૃષિ તાલીમ આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો.પી.કે.બોરડ,ડો.આર.કે.ઠુંમર,ડો.મીનાક્ષીબેન વગેરેએ ખેડૂતોને તાલીમ તેમજ અન્ય કૃષિક્ષેત્રની માહિતી આપી હતી, આ કૃષિ તાલીમ વિરપૂરના કૃષિતજજ્ઞ સંજયભાઈ ડોબરીયાના માર્ગદર્શન થકી મેળવી હતી આ કૃષિતાલીમ મેળવ્યા બાદ તમામ ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.