ખેડૂતોને મગફળીના પાકમાં મુંડાનો ત્રાસ, પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોએ રાત-દિવસ ઉજાગરા ચાલુ કર્યા છે

વિસાવદર મત વિસ્તારમાં છેલ્લા વર્ષોથી કોઈ ઉધોગ કે કંપની આવેલ નથી. આ વિસ્તારની પ્રજા માત્ર ખેતી ઉપર આધારીત ખેતીનો ધંધો કરતા ખેડૂતોની વસ્તી ખેડૂતોમાં તમામ જ્ઞાતિનો સમાવેશ થઈ જાય છે. હાલ આ મત વિસ્તારમાં મગફળીનો પાક ખૂબ જ થયેલ છે ત્યારે ખેડૂતોની હાલત અંત્યત દયાજનક છે. ખેડૂતોને મગફળીના પાકમાં મુંડાનો ત્રાસ, ગુલાબી ઈયળોનો ત્રાસ, પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોએ મગફળી વેચાણ કરવા માટે દિવસ-રાતના ઉજાગરા ચાલુ કરેલ છે. વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે આગલા દિવસથી ખેડૂતો વાહનો લઈને પોતાની જણસ અથવા પાક વેચવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી રાત-ઉજાગરા કરતા હોય તથા તેને પોષણક્ષમ ભાવો મળતા નહોય ખેડૂતોની નારાજગી વધતી જાય છે.

ખેડૂતોનો પાક તૈયાર થતા મગફળીમાં ૧૩ થી ૧૪નો ભાવ, કપાસમાં ૮૦૦ થી ૯૦૦નો ભાવ, અડદ ‚ા.૬૦૦ થી ‚ા.૭૦૦નો ભાવ આવે છે. કેટલાય ખેડૂતો લોનના દેવામાં તથા કરજમાં દબાયેલા છે. દિન-પ્રતિદિન ખેડૂતો દેવામાં ડુબી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષ વધુ લોનની રકમની માંગણી કરવી પડે તેવા સંજોગો ઉભા થયેલ છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા તથા મજુરી ખર્ચમાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા જાય છે અને મગફળી વેચાણ કરવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે અને માલનું વેચાણ થયા

બાદ ત્રણેક માસ બાદ ચેકથી પેમેન્ટ મળતું હોય તેથી ખેડુતો વ્યાજના ચકકરમાં આવતા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.