આયાતી તેલ ઉપર વેરો લદાતા પામોલીન સહિતના તેલ મોંઘા થશે અને સનિક કક્ષાએ ખેડૂતોને લાભ મળશે

ચાલુ વર્ષે પણ વરસાદ સારો રહેશે તો મગફળી સહિતના તેલીબીયાના ઉત્પાદનમાં બમ્પર ઉછાળો જોવા મળશે પરિણામે ખેડૂતોને ફાયદો થશે

સોયાબીન તેલ અને સન ફલાવર ઓઈલ સહિતના આયાતી ખાદ્ય તેલોમાં ૩૫ ટકાનો ટેકસ વધારો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો છે. આયાતી ખાદ્ય તેલોમાં ૧ દસકા બાદ અધધધ… ૩૫ ટકાનો વેરો ઝીંકવામાં આવતા ખેડૂતોને ખૂજબ ફાયદો થશે. ખાસ કરીને મગફળીનું ઉત્પાદન કરતા સૌરાષ્ટ્રને સરકારના આ નિર્ણયનો લાભ સૌથી વધુ મળશે.

બહારી આયાત તથા તેલના કારણે ઘર આંગણે ખેડૂતોને ઉત્પાદનના ભાવ મેળવવામાં મુશ્કેલી પડે છે. બહારી સસ્તા દરે તેલ આયાત તું હોવાથી ખેડૂતોને મગફળી સહિતના તેલીબીયાનો પોષણક્ષમ ભાવ મળી શકતો નથી. ટેકસમાં ૩૫ ટકાનો વધારો ઝીંકાતા ઘર આંગણે સનિકો અને વિદેશીઓ વચ્ચેની હરિફાઈ સપ્રમાણમાં રહેશે.

હાલ ૮ લાખ ટની વધુ મગફળી ગોડાઉનમાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ચાલુ વર્ષે વરસાદ સારો રહેશે તેવું પણ હવામાન વિભાગ જાહેર કરી ચૂકયું છે. પરિણામે મગફળીનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થશે. માત્ર મગફળી જ નહીં અન્ય કપાસ, મકાઈ અને તલનું પ્રમાણ પણ ખૂબજ વધુ પ્રમાણમાં થાય તેવી આશા છે. જેથી હવે આયાતી તેલ પર ધરખમ ટેકસ ઝીંકવામાં આવતા ઘર આંગણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે.

આગામી મહિનામાં પામોલીન તેલની આયાતનું પ્રમાર પણ વધશે તેવું માનવામાં આવે છે. જો કે, સરકારે પામોલીન તેલ ઉપર ટેકસનો વધારો ઝીંકી દેતા મોટા પ્રમાણમાં ઘટ પડે તેવી શકયતા છે. જેથી સનિક કક્ષાએ ખેડૂતોને લાભ મળશે. મે મહિનામાં વિદેશમાંથી સરેરાશ ૩૫ ટકા પામોલીન તેલનું આયાત થતું. આ સાથે સોયાબીન અને સનફલાવર તેલની આયાતમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ઈન્ડોનેશીયા, મલેશીયા, અર્જન્ટીના તથા બ્રાઝીલ અને ઉક્રેનમાંથી બહોળી સંખ્યમાં ખાદ્ય તેલની આયાત થતી હોય છે. આ તેલ સસ્તી કિંમતે બજારમાં મળે છે. પરિણામે સનિક કક્ષાએ ફટકો પડે છે.

ભારત હાલ વિશ્ર્વનો સૌથી મોટો ખાદ્ય તેલનો આયાતકાર દેશ છે. બહોળા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવામાં આવે છે. જો કે, ભારતમાં જ મગફળી સહિતના તેલીબીયાનું ઉત્પાદન પણ બમ્પર તું હોય છે. છતાં તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. ખેડૂતોને માંગ પ્રમાણે ભાવ મળતા નથી તેવી ફરિયાદો વારંવાર ઉઠે છે. હવે સનિક ખેડૂતોને લાભ કરાવવા માટે સરકારે આયાતી ખાદ્ય તેલ ઉપર ૩૫ ટકાનો વેરો નાખ્યો છે જેનાી આયાતી તેલ મોંઘુ બનશે અને સનિક કક્ષાએ ફાયદો થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.