આઇ ખેડૂત પોર્ટલ ખૂલ્લુ મુકાયું
જામનગર જિલ્લાના બાગયતી ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ યોજના હેઠળ સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પણ ખુલ્યુ મુકાયું છે. ખેડૂતો ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી સરકારી યોજનાનો લાભ લઇ શકે છે.
જામનગર જિલ્લાના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતો માટે તા. ૧૫-૦૯-૨૦૨૦સુધી આઇ. ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ હોય છે. પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ), કાચા-અર્ધ પાકા-પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, હાઇબ્રીડ બિયારણ, દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ફળપાક પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય, પપૈયા, કેળ(ટીશ્યુ), ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીશ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય આપવાનું ચાલુ છે. આ ઉપરાંત છુટા ફૂલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સમાં સહાય,ટ્રેકટર (૨૦ પી.ટી.ઓ એચ.પી. સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર( ૩૫ બી.એચ.પી.થી વધુ) / ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર ( ૨૦ બી.એચ.પીથી ઓછા), પાવર ટીલર (૮ બી.એચ.પી.થી વધુ), સ્વયંસંચાલિત બાગાયત મશીનરી, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધીય સુગંધિત પાકોના માટે નવાડિસ્ટીલેશન યુનિટ, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ),કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે,કોલ્ડ રૂમ(સ્ટેટીંગ) (ક્ષમતા ૩૦ મે.ટન), પ્રીકૂલિંગ યુનિટ (ક્ષમતા ૬ ટન), રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હિકલ, રાઇપનિંગ ચેમ્બર ( ક્ષમતા મહત્તમ ૩૦૦મે.ટન), સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ, સંકલિત પેકહાઉસ ક્ધવેયર બેલ્ટ, શોર્ટિંગ, ગ્રેડીંગ યુનિટવોશીંગ, સૂકવણી અને વજન કરવાની સુવિધા સો ( સાઇઝ ૯ મી. ટ૧૮ મી.), હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય, ગ્રીનહાઉસ તા ટીસ્યુ લેબ., વીજદર સહાય, નેટહાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે, સહાય અપાશે. પોલીહાઉસ (નેચરલી વેન્ટિલેટેડ) – નળાકાર સ્ટ્રક્ચર માટે, પોલી હાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, નાની નર્સરી (૧ હે.), હાઈટેક નર્સરી (૪ હે.) વગેરેમાં સરકાર તરફી મળતી ર્આકિ સહાયનો લાભ લેવા માગતા તમામ ખેડૂતોએ આઇ.ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ,૭૧૨, ૮-અ,જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪,પ્રમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫ના સરનામે તાત્કાલિક પહોંચાડવા નાયબ બાગાયત નિયામક જણાવ્યું છે.