નર્મદામાંથી આવતી પેટા કેનાલમાં પાઈપો ગોઠવી પાણી ચોરી:  પગલા લેવામાં તંત્રની પીછેહઠ

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાંથી પસાર થતી ડી-12 માઇનોર કેનાલમાં કોઈ માથાભારે શખ્સ દ્વારા મોટો પાઈપ ગોઠવાઈ દઈ પેટા કેનાલમાં આવતું મોટાભાગનું પાણી રોકી લેતા ઉપરવાસના 150 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે જેથી વહેલી તકે પેટા કેનાલમાં નાખવામાં આવેલ પાઈપ દુર કરી ખેડૂતોને પાણી મળે તેવી માંગ કરાઈ રહી છે.બ્રાન્ચ કેનાલ થકી ખેડુતોને ખેતરો સુધી પાણી પહોંચી રહે તે માટે થઈને પેટા કેનાલો બનાવવામાં આવી છે ત્યારે હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી ડી-12 માઇનોર કેનાલ પસાર થાય છે જે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના ખેડૂતોને પણ આ કેનાલ થકી પાણી નો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ કવાડિયા ગામની સીમમાં ભોરાના મારગ પાસે કોઈ માથાભારે શખ્સ દ્વારા પેટા કેનાલમાં મોટો પાઇપ ગોઠવી દઈ પાણી રોકી લેવાતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે સાથે જ આ શખ્સ દ્વારા પાણી રોકી લેતા 150 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.