રાજયનાં ખેડૂતો ડુંગળીના પોષણક્ષમ ભાવ જાહેર કરવા માંગ કરી રહ્યા છે.
બજારમાં ડુંગળીનો નવો મબલખ જથ્થો ઠલવાઈ રહ્યો છે.ત્યારે ગુજરાતનાં ખેડૂતો માગ કરી રહ્યા છેકે રાજય સરકાર ન્યૂનતમ ટેકાના ભાવે ડુંગળી ખરીદી લે. અત્યારે હોલસેલ માર્કેટમાં ડુંગળી ૨૦ કિલોના એક કટાના રૂપિયા ૫૦૦ લેખે વેંચાઈ રહી છે. અથવા રૂપિયા ૨૫ પ્રતિ કિલો વેંચાઈ રહી છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આ ભાવ ઉંચા છે.
હવે મહુવા અને ભાવનગરનાં ખેડૂતોએ સ્થાનિક લેવલે દેખાવ કરીને માગ કરી છે કે સરકાર ટેકાના ભાવે ડુંગળી ખરીદે મહુવા માર્કેટ યાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે જેમ જેમ બજારમાં ડુંગળીનો જથ્થો ઠલવાતો ગયો તેમ હોલસેલ ભાવ ડાઉન થયા. અત્યારે પ્રતિદિન અમારી પાસે ૧૦૦૦૦ કિલો ડુંગળી આવે છે. સરકારે ચૂંટણી પહેલા મગફળી ટેકાના ભાવે ખરીદવાની ઘોષણા કરી હતી. હવે ખેડૂતો ડુંગળી માટે ટેકાનો ભાવ માગી રહ્યા છે.
અમદાવાદ માર્કેટ યાર્ડમાં ડુંગળી પ્રતિ કિલો તેની કવોલિટી મુજબ રૂ.૨૫ થી ૩૫ રૂપીયે કિલો વેચાય છે. જે છૂટક ૬૦ રૂપીયે કિલો વેચાય છે.
ટૂંકમાં ખેડૂતોને માળખાગત સુવિધાનો અભાવ છે. જેમ કે માલના સ્ટોરેજની સુવિધા ખેડૂત માને છે કે તેને પોષણક્ષમ ભાવ માનતા નથી. તેઓ હોલસેલ માર્કેટમાં ભાવ વધારી દે એટલે સામાન્ય ગ્રાહક પાસે અંતે ડુંગળી મોંઘી થઈને પહોચે છે.