મોટી વાવડી ગામ અને ઝાંઝમેરને જોડતો કોઝ વે પાણીમાં ગરક થતા ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આક્ષેપ
ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે તમામ પાક નિષ્ફળ ગયો હોય જેથી ખેડૂતોએ લીલો દુકાળ જાહેર કરી તાત્કાલિક પાક વિમો ચુકવવા માંગ કરી છે.
ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામે દસ હજારથી બાર વીઘા જેટલી જમીનમાં મુખ્યત્વે કપાસ અને તલનું વાવેતર કરેલ અન્ય પાકો જેવાં કે મગફળી સોયાબીન એરંડા તુવેર અને અળડનાં પાકોનું વાવેતર કરેલ કપાસ નો પાક ૯૦% ખરી ગયો જેમાં ખેડૂતોને વીઘે ત્રણ થી ચાર હજારનો ખર્ચ થાય છે મોટી વાવડી ગામે ૬૦૦ થી ૬૫૦ ખેડૂતો ને વધું પડતાં વરસાદને કારણે અંદાજે કરોડો રૂપિયાની નુકશાન થવા પામ્યુ છે
ખેડૂતોનાં જણાવ્યા અનુસાર હાલ પાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો પાસે હવે નવું વાવેતર કરવા માટે રૂપિયા નથી જેથી ખેડૂતો સરકાર પાસે વળતરની અપેક્ષા અને પાક વિમો તાત્કાલિક સરકાર આપે તેવી અપેક્ષા રાખી રહયાં છે અને રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેરાત કરે તેવી માંગ કરી રહ્યા છે.ધોરાજીનાં મોટી વાવડી ગામ અને ઝાંજમેરને જોડતો એક માત્ર કોઝવે છેલ્લા ત્રણ વર્ષ પહેલા છ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલ આ કોઝવે સામાન્ય વરસાદ પડતાંની સાથે જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને આજ કોઝવેમાં ચાર પાંચ ફુટ સુધી કાદવ કીચડ ભરાઈ ગયો છે અને આ મોટી વાવડી ગામ ઝાંજમેરને જોડતો એક માત્ર કોઝવે હોય અને એ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને ભારે તકલીફ પડી રહી છે ખેત મજુરો ન પણ ખેતરેથી હટાણુ કરવામાં તકલીફ પડી રહી છે અને આ કોજવેયમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવો સ્થાનિક લોકોે આક્ષેપ લગાવી રહ્યા છેે.