ગીરગઢડા પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મોકાણ સર્જાતા ખેડૂતોએ કેનાલ મારફત પાણી છોડવા સિંચાઇ વિભાગ સમક્ષ માંગ કરી છે.
ગીરગઢડા તાલુકાના ઇટવાયા, ફાટસર, દ્રોણ ગામના ખેડૂતોએ કેનાલ મારફત વધુ એક વખત પાણી આપવા સિંચાઇ વિભાગ પાસે માંગણી કરી છે. હાલ ઉનાળાની કાળઝાળ સીઝન હોય ત્યારે ખેડૂતોના પોતાના પાક માટે પાણીની અછત સર્જાય છે.
ખાસ કરીને માંડવી, તલ, ટેટી, તરબૂચ વગેરે જેવા પાકોને પાણીની ખાસ જરૂર પડે છે ત્યારે આ પાકોને પુરતુ પાણી મળી રહે તે માટે ગીરગઢડા તાલુકાના ખેડૂતોએ સિંચાઇ વિભાગને કેનાલમાં પાણી છોડવા માંગણી કરી છે.