ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને તમિલનાડુ સહિતના રાજયોમાં પણ દેવા માફી માટે ખેડુતોનું આંદોલન રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત: ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણી ઢંઢેરામાં આપેલા અનૈતિક વચનો દેશને દઝાડશે
દેવુ માફ કરવાની માંગ સાથે શ‚ થયેલા ખેડુત આંદોલને મહારાષ્ટ્ર બાદ મધ્ય પ્રદેશને પણ ઝપટમાં લીધું છે. આ આંદોલનનું હિંસક સ્વ‚પ ઉતરપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ અને તામીલનાડુ સહિતના રાજયોમાં પણ જોવા મળે તેવી દહેશત છે.
ઉતર પ્રદેશની યોગી સરકારે ખેડુતોનું દેવુ માફ કરવાની જાહેરાત કર્યા બાદ અન્ય રાજયોના ખેડુતો પણ દેવું માફ કરાવવા ઈચ્છે છે જેમ યુપીની યોગી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીનું વચન અપાયું હતુ તેમ ગુજરાત સહિતના રાજયોમાં ભાજપ-કોંગ્રેસે મત અંકે કરવા વચનોની લહાણી કરી છે. આ દેવા માફીના વચનના પરિણામો સમગ્ર દેશ ભોગવી રહ્યો છે. ખેડુતોને સ્વનિર્ભર બનાવવાની જગ્યાએ પક્ષો દેવા માફી સહિતની જાહેરાતોથી ખેડુતોને આર્થિક અને સામાજીક વિકલાંગ બનાવી રહ્યા છે. દેવા માફીની જગ્યાએ ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ આપવા અથવા ઉત્પાદન બજારમાં યોગ્ય રીતે પહોચે અને સારા ભાવમાં વેચાય તે માયે વેર હાઉસની સુવિધા ઉભી કરવી હિતાવહ છે.
દેવા માફીમા ઘણી વખત ખોટા કહેવાતા ખેડુતોને ફાયદો અને નિતિમાન ખેડુતોને મુશ્કેલી પડે છે. દેવા માફીનો ભાર અર્થતંત્ર ઉપર પડે છે. એકંદરે આર્થિક વિકાસ અટકે છે. એકલા યુપીમાં દેવા માફીના કારણે ‚ા.૩૬.૩૮૯ કરોડનું આર્થિક ભારણ પડયું છે. યુપીની તર્જ ઉપર અન્ય રાજયોનાં પણ ખેડુતોના દેવા માફી કરવામાં આવે તો નાણાકીય ખાધ વધશે તેવું આરબીઆઈનું પણ કહેવું છે. અને સરકાર આ મામલે વ ચલો રસ્તો નહી કાઢે તો ખેડુત આંદોલનની આગ અનેકને દઝાડશે અને દેશને પારાવાર નુકશાન થશે.
મતદાર ખેડુતોને રિઝવવા માટે દેવા માફી સહિતની અનૈતિક લાલચ આપવાનું પાપ રાજકીય પક્ષો સરેઆમ કરરી રહ્યા છે. જેના દુકર પરિણામો સમગ્ર દેશ ભોગવશે.
ગુજરાતમાં પણ અત્યારે આ સળગતાં મુદ્દા ગમે ત્યારે આંદોલનાત્મક સ્વરૂપ લે તેવી શક્યતા નકારી શકાતી ની છતાં રાજ્ય સરકાર, ટેકાના ભાવે મગફળી, તુવેર, બટાકા અને કેરીઓની ખરીદી કરીને સંતોષ માની રહી છે. દેશના અન્ય રાજ્યો ખેડૂતોના દેવાં માફીની દિશામાં પગલાં ભરી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પણ ખેડૂતોના દેવાં માફ કરશે? એવા સીધાં પ્રશ્નનો સીધો જવાબ આપવાનું ટાળીને કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું હતું કે, દરેક રાજ્યોની સ્િિત અલગઅલગ હોય છે. ગુજરાતમાં ખેડૂતોને એક ટકાના દરે પાક-ધિરાણ અપાય છે, ખેત-તલાવડીઓ, ટપક સિંચાઈ સહિતની અનેક-વિધ યોજનાઓમાં સબસિડી અપાય છે. તેમના કહેવાનો સ્પષ્ટ ર્અ એ તારવાય કે, ગુજરાતમાં ખેડૂતોને જે મળે છે તે દેવાં-માફીી ઓછું ની એટલે ગુજરાતમાં દેવા માફીની જરૂર ની.
આશ્ચર્યની વાત એ છે કે, રાજ્ય સરકારે ખેત-પેદાશોના ભાવે નીચે જતાં ખેડૂતો પાસેી ટેકાના ભાવે મગફળી, તુવેરની ખરીદી કરી છે તેની માહિતી જાહેર કરી હતી. વાસ્તવમાં સ્િિત એવી છે કે, વિવિધ રાજ્યોમાં ખેડૂતોએ સરકારો સામે બાંયો ચઢાવી છે અને ગુજરાતમાં પણ કિસાન સંગઠનોએ સરકાર સામે બાંયો ચઢાવી લીધી છે ત્યારે ગુજરાત સરકારે સફાળી જાગીને એવી માહિતી જાહેર કરી છે કે, ગુજરાતમાં મગફળી અને તુવેરનું મબલખ પાક યું છે ત્યારે ખેડૂતોને તેમના પાકોના પોષણક્ષણ ભાવો મળી રહે તે માટે અત્યાર સુધીમાં ૮૯૯ કરોડના ખર્ચે ૨.૧૧ લાખ મેટ્રિક ટન મગફળી અને ૮૮૬ કરોડના ખર્ચે ૧.૭૫ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી ટેકાના ભાવે કરી છે. આમ, મગફળી અને તુવેરની કુલ ૧૭૬૫ કરોડના ખર્ચે ખરીદી સરકારે કરી છે.ભ્રષ્ટાચારના પુરાવાર આપો તો પગલાં -મંત્રી તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચારનો પ્રશ્ન એટલે ઉપસ્તિ તો ની કે કેમકે આ માટે ખેડૂતો પાસેી ૭-૧૨ના ઉતારા સહિતની વિગતો મેળવીને ખેડૂતોના ખાતામાં ખરીદી મુજબના રૂપિયા જમા કરાવાય છે. આમછતાં જો આવા પુરાવા અપાશે તો કસૂરવાર સામે કડક પગલાં ભરાશે એમ મંત્રીએ કહ્યું હતું.