હળવદમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા રોષે ભરાયેલા ના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાવી હતી અને કપાસનો યોગ્ય ભાવ આપવા યાર્ડ ની ઓફિસ ખાતે રજૂઆત કરી.

માત્ર બે દિવસમાં જ ૨૦૦ થી  ૩૦૦ રૂપિયા કપાસના ભાવમાં તૂટતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે જેના પગલે ખેડૂતોએ આજે હળવદ માર્કેટયાર્ડમાં શરૂ થયેલ હરાજી બંધ રખાવી જય જવાન જય કિસાન ના નારા લગાવી કપાસનો યોગ્ય ભાવ આપવા માંગ કરી.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કપાસિયા અને ખોળ નો ભાવ જે હતો એ છે એમાં ભાવ ઘટ્યો નથી તેવામાં આજે હળવદ માર્કેટ યાર્ડ માં બે દિવસ પહેલા જે કપાસ નો ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયાના ભાવે વેચાયો હતો તે આજે માત્ર ૮૦૦ થી ૧૦૦૦ભાવ બોલાય છે જેથી કપાસનો યોગ્ય ભાવ મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને હાલ હરાજી બંધ કરાવી છે

હળવદ માર્કેટયાર્ડમાં ૭૦થી ૮૦હજાર માણસ કપાસની આવક સિઝનમાં નોંધાતી હોય છે હાલ કપાસની આવક ચાલુ થઇ છે ત્યારે જ ભાવને લઈ દેકારો બોલ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.