સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જાણે ચોમાસે દેખા જ ન દીધી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખેડૂતો ચિત્તાતુર બન્યા છે જેમાં કેટલાય ગામાંમો મંદિરોમાં રામધુન બોલાવી વરસાદને રિઝવા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે પરંતુ મોરબી નજીકના કેનાલ નજીક ગામો અનોખી રીતે વિરોધ કર્યો હતો.

વરસાદ આમ તો ૧૫ જુનની આસપાસ ગુજરાતમાં આવતો હોય છે પરંતુ સૌરાષ્ટ્રથી જાણે મેઘરાજા રિસાય હોય તેમ ૧૬ જુલાઈ પણ વીતી ગી પણ મેઘો હજુ વરસ્યો નથી તો જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે એમાં મોરબીન હાલત તો ઘણી કફોડી છે ગત વર્ષ પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું પણ અને હજુ આ વરસે પણ વરસાદ થયો નથી ત્યારે લોકોને હવે ફક્ત કેનાલ પર આધારિત રેહવું પડે છે જેમાં ઉપરના રાજ્યમાં સારા વરસાદ થતા નર્મદા નવા નીર આવ્યા હતા જેથી રાજ્ય સરકારે નર્મદા કેનાલમાં પાણી છોડવાનું નક્કી કર્યું હતું.

જેથી ખેડૂતોને આશિક રાહ મળી હતી પણ આવીજ એક ધાગ્ર્ધા બ્રાન્ચ કેનાલ જેના દ્વારા મોરબીના કેટલાક ગામનો ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે તેમાં ગ્રામજનો કેહવા પ્રમાણે લગભગ ૧૫ દિવસ પેહલ પાણી છોડવમાં આવ્યું હતું પણ હજુ સુધી પાણી ન પોહ્ચતા ખેડૂતોએ તંત્ર આંખ ખોલાવની સાથે ભગવાન પાસે રજૂઆત કરતા હોય તેમ કેનાલમાં જ રામધુન બોલાવી હતી અને અનોખો વિરોધ દર્શ્વ્યો હતો આ વિરોધમાં જીવાપર, ચકમપર અને કેશવનગર ના ગ્રામજનો જોડ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.