રાજય સરકારની સૂર્યશક્તિ કિસાન યોજના

રાજયમાં પ્રથમ તબકકામાં પાઈલોટ પ્રોજેકટ અંતર્ગત ૧૩૭ ફીડરો આવરી લઈને ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન: અંદાજે રૂ.૮૭૦ કરોડનો ખર્ચ કરાશે

રાજયમાં પ્રથમ તબક્કામાં પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત ૧૩૭  ફીડરો આવરી લઇને ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન – અંદાજે રૂ. ૮૭૦ કરોડનો ખર્ચ કરાશે

રાજયનો ખેડૂત વર્ષમાં ત્રણ રવિપાક, ખરીફપાક અને શિયાળુ પાકોનું વાવેતર કરીને કૃષિ પેદાશ મેળવે છે. પરંતુ હવે રાજયનો ખેડૂત કૃષિ પાકોના વાવેતર ઉપરાંત વીજળીનું વાવેતર કરીને વધારાની આવક મેળવી શકશે. આ માટે રાજય સરકારે ખેડૂતોના હિતમાં સૂર્યશકિત કિસાન યોજના લાવેલ છે. સૌર ઉર્જા પેનલો ખેતર, વાડીમાં નાખીને વધારાની વીજળી દ્વારા કમાણી કરી શકશે.

આ માટે રાજય સરકારે ઉર્જા વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં રાજયમાં પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત ૧૩૭ ફીડરો આવરી લઇને ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે અને જેનો અંદાજે રૂ. ૮૭૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે. જેમાં રાજયના ૩૩ જિલ્લાઓના ૧૨૪૦૦ ખેડૂતોનો સમાવેશ કરાયેલ છે.

આ સૂર્યશકિત કિસાન યોજનાની વિગતો જોઇએતો ખેડૂત પોતાના ખેતર માં જ વીજ ઉત્પાદન કરી શકે છે. તે જરૂરીયાત મુજબ વીજળી વાપરે, બાકીની વીજળી વેચે અને વધારાની આવક મેળવી શકે છે. આ યોજનામાં ખેડૂતો ફકત ૫ ટકા રકમ ભરીને જોડાઇ શકે છે.

બાકીની ૩૦ ટકા રકમની લોન રાજય સરકાર બેંક પાસેી મેળવશે અને ૬૦ ટકા સબસીડી કેન્દ્ર,રાજય સરકાર તરફી મળશે. આ યોજનામાં ખેડૂતો ઉપર કયાંય પણ આર્થિક બોજ આવતો નથી. આ કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની યોજના છે. ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે. સ્કાય ફીડર ઉપર અગાઉ કોઇ પણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને યોજનામાં જોડાવા ઇચ્છે. તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે. ખેડૂત વતી રાજય સરકાર દ્વારા સસ્તા વ્યાજની લોન લેશે અને લોનનો સમયગાળો ૭ વર્ષનો રહેશે.

એક હો.પા. દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧૨.૫ કી.વો. ની પેનલ અપાશે. જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજુરી અપાશે અને વીજળી રૂ. ૩.૫૦ પ્રતિ યુનીટના દર થી ખરીદવામાં આવશે. જેના પર સબસીડી મળવાપાત્ર થશે નહી. સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે.

સ્કાય ફિડર ઉપર દિવસે ૧૨ કલાક વીજળી મળશે. પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહિ જોડાઇ તેમને ૮ કલાક વીજ પુરવઠો મળશે. વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલા સાત વર્ષ માટે રૂ. ૭ પ્રતિ યુનિટ ચુકવવામાં આવશે.

જે પૈકી રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચુકવશે અને બાકીના રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિવર્ષની મર્યાદામાં)ખેડૂતને રાજય સરકાર સબસીડી રૂપે ચુકવશે. આ રકમ માંથી ખેડૂતની લોનનો હપ્તા ભરપાઇ થયા બાદ જે બચત થશે. તે ખેડૂતના ખાતામાં સીધી રકમ જમા કરાવવામાં આવશે. ૭ વર્ષનો લોનનો સમય પૂર્ણ થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ રૂ. ૩.૫૦ ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા ચુકવવામાં આવશે.

આ યોજનામાં જોડાવાી ખેડૂતોને વીજ બીલમાં રાહત મળશે. ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી કાયમી આવક મળશે. ખેડૂતનું મૂડી રોકાણ વીજળીના વેચાણ થકી ૮ માસી ૧૮ માસમાં પરત મેળવી શકશે. લોન ભરપાઇ થયા પછી સોલાર સીસ્ટમની માલીકી ખેડૂતની થશે અને સોલાર પેનલનો વીમો રાજય સરકાર લેશે.

સોલાર સીસ્ટમની ૭ વર્ષ ગેરંટી અને મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. સોલાર પેનલની જગ્યાની નીચેની જમીન ઉપર પાક પણ લઇ શકાશે. ઉર્જા અને પાણીનું સંરક્ષણ થશે. આ યોજનામાં જોડાવા ઇચ્છતા અને વધુ માહિતી માટે ખેડૂત નજીકની પશ્ચિમ વીજ કંપનીની વર્તુળ કચેરી, ડીવીઝન કે સબ ડીવીઝન કચેરીનો સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.