જૂનાગઢ કોંગ્રેસ કિશાન સેલની અનોખી રજૂઆત

૧૫ દિવસમાં પાક વીમો નહિ ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

જૂનાગઢમાં કોંગ્રેસ કિસાન સેલના નેેેજાા તળે ગઇકાલે જિલ્લાભરમાંથી ખેડૂતો અમેેેરિકાા ના પ્રમુખ ટ્રમ્પ ના મહોરા પહેરી “પાક વીમો આપો”ના નારા સાથે એક રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ૩૦ દિવસના બદલે હજુ ૧૪૪ દિવસ થવા છતાં પાક વીમો મળેલ નથી ત્યારે જૂનાગઢ કોંગ્રેસ કિસાન સેલ, શહેર તથા જિલ્લા કોંગ્રેસ અને જિલ્લાના અનેક ખેડૂત સંગઠનોએ સંયુક્ત રીતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પાક વીમાંની બાબતોમાં સરકાર દ્વારા અનેક ગેરરીતિઓ થઇ હોવાના આક્ષેપો અને રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. આ અંગે કિસાન અગ્રણી પાલાભાઈ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારને ટ્રમ્પ વધુ વાલા છે તેથી આજે અમે ટ્રમ્પના મહોરા પહેરી અમારી પાક વીમાની જે રકમ બાકી છે તે હકની પાક વીમાની રકમ મેળવવા આવ્યા છીએ પરંતુ અમને એવું લાગે છે કે અમારી પાક વીમાની જે રકમ આપવાની હતી તે રકમ ટ્રમપના પ્રોગ્રામ પાછળ સરકાર દ્વારા વપરાઇ ગઇ છે પરંતુ આ અમારા હકના  રૂપિયા છે ૩૦ દિવસને બદલે ૧૪૪ દિવસ થવા આવ્યા છે, ત્યારે પાક વીમાની રકમ ખેડૂતોને સત્વરે આપવી જોઈએ, જો દિવસ ૧૫ માં જૂનાગઢના કિસાનોને પાક વીમા આપવામાં નહીં આવે તો, જૂનાગઢ જિલ્લાના ગામડે ગામડેથી કિસાનો જૂનાગઢ ખાતે ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરશે. આવેદન સમયે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, કોંગ્રેસ કિસાન સેલના મનીષભાઈ નંદાણીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ વેકરીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને જિલ્લાભરમાંથી ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.