જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર તરફથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂત દીઠ 50 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે જસદણ તાલુકાના કેટલાક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક ખેડૂત ખાતેદારની પાસે 50 મણ ચણા ટેકાના ભાવે સરકાર ખરીદી રહી છે. સાથે જ કેટલાક ખેડૂતોને પુરવઠાના અધિકારીઓ દ્વારા કેટલાક ખેડૂતોના ચણા ન ખરીધ્યા. જે ખેડૂતોએ ચણાની ખરીદી ન કરી તેવા ખેડૂતોએ પુરવઠાના અધિકારીઓ સાથે વાત કરી તો અધિકારીઓ કહ્યુ કે તમારા ચણામા ચારણી મારવી પડશે કારણ કે તમારા ચણા નાના મોટા છે જેથી ખેડૂતો આ વાતથી નારાજ થયા હતા અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ચણા તો કુદરતી રીતે જમીનમાં ઉગે છે ચણાનો કોઇ ફર્મો નથી હોતો જેથી કરીને બધા જ ચણા એક સરખા ન ઉગે. હાલતો જસદણ પંથકમાં ખેડૂતોને આ પડયા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. વાહન ભાડુ ચુકવીને જસદણ સેન્ટર પર આવે અને અહીં ખેડૂતોના ચણાના પાકની ખરીદી ન થતા ખેડૂતો નારાજ થયા હતા.