રાજયમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધતા વધુ ઉત્પાદનની આશા
સોમાના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી પાસે ચર્ચા માટે માગ્યો સમય: અધિકારીઓ, સોમા, ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં બેઠક યોજવા માંગ
રાજયમાં આ વર્ષે મગફળીનું સારૂ વાવેતર થયું છે અને સારા વરસાદની આશા છે ત્યારે રાજયમાં સીંગદાણા અને મગફળીનો વપરાશ વધે તે માટે યોગ્ય પગલા લેવા ચર્ચા માટે બેઠક બોલાવવા સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે.
મુખ્યમંત્રીને એક આવેદન પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી આપણી વધતી આબાદી અને ખાદ્યતેલના વધતા વપરાશને કારણે આપણે મોટી માત્રામાં ખાદ્યતેલની આયાત કરવી પડે છે. આ આયાત એટલી મોટી થવા લાગી કે આપણી જરૂરીયાતનો ૬૮ થી ૭૦ ટકા જેટલો જથ્થો આપણે વિદેશથી આયાત કરવો પડતો હતો.
છેલ્લા બે એક વર્ષથી કેન્દ્ર સરકાર આ મુદ્દે જાગૃત અને સક્રિય થઇ છે અને અમારા સુચનો મુજબ આયાત નિર્ભરતા ઘટાડવા કટિબઘ્ધ થઇ રહી છે.
આવા સંજોગોમાં આપણા માટે એક સારી વાત એ છે કે આ વર્ષે રાજયમાં મગફળીનું બહુ મોટું વાવતેર થયું છે અને જો કુદરતની અમીદ્રષ્ટિ રહેશે અને યોગ્ય માત્રમાં વરસાદ થશે તો મગફળીનું ઉત્પાદન પણ બહુ સારુ થશે. મગફળીમાં તેલ ટકાવારી અન્ય ઘણા તેલીબીયા કરતા વધારે પ્રમાણમભાં હોય ખાદ્યતેલની ઉપલબ્ધિ સારી રહેશે. વિશેષમાં સીંગદાણા અને તેમાંથી બનતા સીંગતેલમાં અનેક પ્રકારના પોષક દ્રવ્યો રહેલા છે. જેની જાણ બહુ ઓછા લોકોને તેના કારણે સીંગતેલનો વપરાશ અન્ય તેલોની તુલનાએ ઘણો ઓછો છે.
સીંગદાણા અને સીંગતેલમાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન છે તદઉપરાંત કેન્સર અને હ્રદય રોગ સાથે રક્ષણ આપતું તત્વ ફીટોસ્ટેરોલ પણ સારી
માત્રામાં સમાયેલ છે. આ ઉપરાંત ઉમર વધવાથી પ્રક્રિયા રોકતા વિટામીનના ઇ તેમજ કે પણ કુદરતી રીતે મળી આવે છે આ ઉપરાંત બદલ
વિદભમાંથી મળતા તમામ પોષક તત્વો સીંગદાણા અને સીંગતેલમાંથી મળી આવે તેમ છે. આંતર રાષ્ટ્રીય સંશોધન પ્રમાણે સીંગતેલને આરોગ્ય દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે.
અત્યારે આપણે કોવિડ-૧૯ કોરોના મહામારીથી અત્યંત પીડીત છીએ. આ મહામારીથી બચવા રોગ પ્રતિકારક શકિત બહુ જ મહત્વનું પરિબળ છે. સીંગદાણા અને સીંગતેલના બહોળા વપરાશથી આ રોગ્ર પ્રતિકારક શકિત બહુ જ ખીલી શકે તેમ છે. તો આવા બધા મુદાને
ઘ્યાનમાં રાખી આ કેમોડીનનો વપરાશ કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરવા એક રૂબરૂ મુલકાત કરવાની ઇચ્છા પણ તેમને વ્યકત કરી છે.
જો રાજયમાં સીંગદાણા અને સીંગતેલના વપરાશ વધે તો તે લોકોના આરોગ્ય પર ચોકકસ સકારાત્મક અસર પડશે. વપરાશ વધતા ખુલ્લી બજારમાં મગફળીના ભાવ સુધરશે જેનાથી મગફળી પકવતા ખેડુતોને વિશેષ ફાયદો થશે અને સરકાર તથા સરકારી એજન્સીઓ સમર્થન મૂલ્ય પર મગફળી ખરીદવાની વિકટ સમસ્યામાંથી બહાર આવી શકશે તેવું અમારું ચોકકસ પણે માનવું છે. તેમ જણાવ્યું છે.
તાકીદે અમારા આ સુચનો પર ચર્ચા વિચારણા કરવા યોગ્ય સમય ફાળવવા તથા આ ચર્ચામાં અધિકારીઓ, અમારી સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ ખેડુત પ્રતિનિધિઓ પણ સાથે રાખવામાં આવે તો દરેકને ફાયદો થાવ તેવા સુચનો મળી રહેશે તેમ જણાવાયું છે.