રેલવે દ્વારા સેશન્સ કોર્ટના હુકમનો ઉલાળીયો કરાયો હોવાનો આક્ષેપ
ઉપલેટાના પાનેલી ગામે ખેડુતોએ રેલવે તંત્રની મનમાની સેશન કોર્ટના હુકમનનો ઉલાળીયો કરી મનમાની કરતા છેલ્લા ત્રણદિવસથી પ્રતિક ઉપવાસ બેઠા છે. પણ જો ઉકેલ નહી આવે તો રેલ રોકો આંદોલન કરતા ખેડુતો અચકાશે નહિ તેવી ચિમકી ખેડુતોએ આપતા આંદોલન ઉગ્ર બની ગયું છે.
પાનેલીગ મના ખેડુતો દ્વારા પાનેલી ગામથી ભાયાવદર ગામ તરફ જતો જૂનો રાજમાર્ગ રોડઉપર રેલવે દ્વારાઅંડર બ્રીજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજમાં ચોમાસામાં ચાર માસ થયા ગોઠણ ડુબ પાણી ભરાઈ રહે છે. હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ મારફત પાણીઅપાતા કેનાલમાંથી રોજનું પાણી અંડર બ્રીજમાં ભરાઈ રહતે ખેડુતોને ગાડા તેમજ વાહનો ચાલવામાં પારવાર મુશ્કેલી પડી રહી છે. ખેડુતોએ અવાર નવાર રેલવે સતાવાળાઓને રજૂઆત કરવા છતા પરિણામ નહી આવતા આખરે ખેડુતોએ પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા.
આ પ્રતિક ઉપવાસમાં ખેડુત સમિતિના ભરતભાઈ ગોપાણી પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડીયા, ખેડુત આગેવાન જતીનભાઈ ભાલોડીયા, દિનેશભાઈ વેકરીયા સહિત ૫૦થી વધુ ખેડુતો જોડાયા છે. ત્રણ દિવસથી ૫૦ કરતા વધુ ખેડુતો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. પણ રેલવે તંત્રનો પેટનું પાણી હલતુ નથી આથી ખેડુતોની ધીરજ ખુટી છે. જો આગામી દિવસોમાં આઉકેલ નહી આવે તો રેલવે રોકો આંદોલન કરતા ખેડુતો અચકાશે નહિ તેવી ખેડુતોએ ચીમકી આપેલ છે.ઉપવાસ ઉપર બેઠેલા ખેડુતોએ જણાવેલ છે કે ખેડુતોના રસ્તો પહેલા ઓપન ફાઈટક હતુ તે રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાતા ખેડુતોએ સેશન કોર્ટમાં જઈ જયા સુધી ખેડુતોને સંતોષકારક રસ્તાનો ઉપેલના આવે ત્યાં સુધી ઓપન ફાઈટક રસ્તા માટે ખૂલ્લુ રાખવું પણ આ રેલવે તંત્રએ સેશન કોર્ટના હુકમનો પણ ઉલાળીઓ કરી પોતાનું ધાર્યુ કર્યું છે.
ખેડુતોની માગણી છે કે જયાં સુધી ખેડુતોના માર્ગનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી આપેન ફાઈટક વાળો રસ્તો ખૂલ્લો કરી ખેડુતોને આ માર્ગ પર ચાલવા દેવા જોઈએ અને રેલવે તંત્રઆ કોર્ટના હુકમનું પાલન કરવું જોઈએ.
છેલ્લા ત્રણ દિવસ થયા પાનેલી ગામના ખેડુતોદ્વારા રેલવેતંત્ર સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છેતેની માંગણી ખેડુતોનેખેતરે જવા માટે કાયમી યોગ્ય રસ્તો મળવો જોઈએ ત્યારે સરકારે અને રેલવે તંત્રએ ખેડુતોનોકાયમી પ્રશ્ર્નનો ઉકેલ લાવવો હોય તો રેલવે સ્ટેશનની સામે જે જમીન છે. તે જમીન સંપાદન કરી રસ્તો કાઢવામાં આવે તો ખેડુતોને કાયમી ન્યાય મળી શકે તેમ છે.
આ વિસ્તારનાં ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ ખેડુતો સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી પોતે વિધાનસભામાં હાજરી આપવા માટે ગાંધીનગરમાં હોય પણ ખેડુતના પ્રશ્ર્ને આ ઉપવાસીઓની માહિતી મેળવી તેઓ જે તે વિભાગમાં ઉગ્ર રજૂઆત કરેલ હતી.