રજીસ્ટ્રેશનથી લઇ અંતે માલ રીજેકટ કરવામાં અધિકારીઓના ગપગોળા: દરેક ખરીદ કેન્દ્રમાં રજીસ્ટ્રેશનની સરખામણીએ ખૂબ જ ઓછા કે લાગતા વળગતાઓનો કપાસ ખરીદાતા સૌરાષ્ટ્રભરના ખેડૂતોમાં ઉહાપોહ: ખેડૂતોની મદદ માટે સરકાર કટિબધ્ધ પરંતુ સીસીઆઇના અધિકારીઓ ગાંઠતા નથી
સૌરાષ્ટ્રમાં ગત સાલ સારા વરસાદને કારણે મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થયું છે. ખેડૂતો મહામહેનતે પાકોનુ વાવેતર કરે છે. ત્યારે હાલ કોરોનાને કારણે લોકડાઉનને પગલે ખેડૂતો પોતાનો માલ ઝડપથી વહેંચી નાણા છૂટા કરી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી એપીએમસી અને સીસીઆઇ મારફત કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ આ ખરીદ પ્રક્યિામા મોટા પાયે ગેરરીતી આચરાતી હોવાની સૌરાષ્ટ્રભરના ખેડૂતોમાંથી બુમરાણ ઉઠવા પામી છે.
પ્રાથમિક માહિતી મુજબ ખેડૂતો પાસેથી એવું જાણવા મળી રહ્યુ છે કે હાલ સીસીઆઇ દ્વારા જે ખરીદી થઇ રહી છે તેમાં અધિકારીઓ અને વેપારીઓની મિલીભગતથી ખેડૂતોનો કપાસ નબળો હોવાનું જણાવી રીજેકટ કરી દેવામાં આવે છે. આથી ખેડૂતો નારાજ થઇ પરત ચાલ્યાં જાય છે. અથવા ખૂબ ઓછા ભાવે વેપારીઓને પોતાનો કપાસ વહેંચવા મજબૂર બને છે. ત્યારે વેપારીઓ ખૂબ ઓછા ભાવે કપાસ ખરીદી આ જ કપાસ તેઓ સીસીઆઇને વહેચે છે એટલે કે આ પ્રક્રિયામા માળતીઓ વેપારીઓ ખેડૂતોને લુંટી તગડો નફો કમાઇ રહ્યાં છે.
સૌરાષ્ટ્રના તમામ કપાસ ખરીદ કેન્દ્રમાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા છે જેમાં પણ ખોટા નંબર કે આપેલા નંબર હમેંશા વ્યસ્ત કરાતી નથી તેમજ જો નોંધાણી થઇ જાય તો ખેડૂતોને જાણ કરવામા આવતી નથી અને વારંવાર ધકકા ખાવા પડે છે ખેડૂત ખરીદ કેન્દ્રએ આકરા તાપમાં કલાકો સુધી ઉભા રહી કપાસ વહેંચવા જાય છે ત્યારે તેઓને પોતાનો કપાસ બી કે સી ગ્રેડનો જણાવી રીજેકટ કરી દે છે અને આ કપાસ અંતે વેપારીઓને વહેંચવા મજબૂર કરે છે. એકબાજુ લોકડાઉન અને બીજી બાજુ ચોમાસુ નજીક આવી રહ્યુ છે ત્યારે ખેડૂતોને બિયારણ ખાતર લેવા નાણાની અત્યંત જરિયાતછે. ત્યારેઆર્થિકભીંસને સામનો ન કરવો પડે તે માટે ખેડૂતોના ઘરોમાં પડેલો કપાસ વેંચાય તે માટે સરકારે સીસીઆઇ મારફત સુવિધા કરી આપી છે પરંતુ અધિકારીઓ અને વેપારીઓ પહેલા ખેડૂતોને હેરાન પરેશાન કરી બાદમાં લૂંટી રહ્યા હોવાની ઠેર ઠેરથી ફરિયાદો ઉઠાવા પામી છે.
ચોમાસુ નજીક છે અને માલ રીજેકટ થતાં ખેડૂતો નારાજ: ડી.કે. સખીયા
સૌરાષ્ટ્રધરના સીસીઆઇ કેન્દ્રોમાં છેલ્લા થોડા દિવસથી ગેરરીતી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સીસીઆઇ કેન્દ્રમાં જયારે ખેડૂત પોતાનો કપાસ વેચવા જાય ત્યારે તેનો માલ રીજેકટ કરી અને બી કે સી ગ્રેડનો કપાસ હોવાનું જણાવી પાછા કાઢી મુકે છે. આથી ખેડૂતો નારાજ થઇ પરત જતા રહે છે. આ ગેરરીતી સામે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા જણાવે છે કે હવે ચોમાસુ નજીક આવી રહ્યુ છે ખેડૂતોને ખરેખર નાણાની જરિયાત ઉભી થઇ છે. ત્યારે ખેડૂતો પોતાના માલના સારા ભાવ મેળવી શકે તેમાટે સરકાર દ્વારા સીસીઆઇ ખરીદ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. પરંતુ ખરીદ કેન્દ્રોના અધિકારીઓ ખેડૂતોનો માલ રીજેકટ કરી નારાજ કરી રહ્યા છે અને ખેડૂતોમાંથી ઉઠેલી ફરિયાદો તદન વ્યાજબી છે.
અઢળક રજીસ્ટ્રેશન સામે માત્ર ૧૦થી ૧૫ ખેડૂતો પાસેથી જ ખરીદી: ખેડૂત
સીસીઆઇના અધિકારીઓ અને વેપારીઓની સાંઠગાંઠથી સીસીઆઇ ખરીદ કેન્દ્રમાં અનેક ગેરરીતીઓ ચાલી રહી છે. તેમ ખેડૂત અગ્રણી કાન્તિભાઇ જણાવે છે. વધુમાં તેઓ જણાવે છે કે પહેલા ફોન નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનુ જે નંબર પણ મોટાભાગે વ્યસ્ન કે બંધ જોવા મળે છે. રજીસ્ટ્રેશન થયા બાદ ખેડૂતો ખરીદ કેન્દ્રએ જાય ત્યારે તેઓને બી કે સી ગ્રેડનો કપાસ હોવાનું જણાવી રીજેકટ કરી દે છે. ત્યારે ના છૂટકે ખેડૂતોને ઓછા ભાવે વેપારીઓને કપાસ વહેંચવો પડે છે તેમજ રોજ જેમનુ રજીસ્ટ્રેશન થયેલું હોય તેવા માત્ર ૧૦થી ૧૫ જ ખેડૂતાનો કપાસ ખરીદાય છે. ખરીદીના પ્રમાણમા રજીસ્ટ્રેશન અનેક ગણા થયા છે. ત્યારે જો આવી સાવ ધીમી ગતિએ ખરીદી થાય તો અન્ય ખેડૂતોની મહિનાઓ સુધી પણ વારો ન આવે.
સરકારી નિયમો, સોશિયલ ડિસ્ટન્સના પાલનમાં ખરીદી પ્રક્રિયા ધીમી: સીસીઆઇ અધિકારી
સીસીઆઇ ખરીદ કેન્દ્રમાં કપાસ ખરીદ પ્રક્રિયા ધીમી ચાલતી હોવા અંગે રાજકોટ સીસીઆઇના અધિકારીએ જણાવ્યુ હતુ કે હાલ કોવિડ-૧૯થી બચવાના નિયમો, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવવામાં આવતુ હોય જેથી ખરીદીની પ્રક્રિયા થોડી ધીમી ચાલી રહી છે. કે આ વચ્ચે રાજકોટ ડિસ્ટ્રીકમા ૩૫૦૦૦ ગાંસડી તો સૌરાષ્ટ્રમાં ૧,૨૫,૦૦૦ ગાંસડીની ખરીદી કર્યાનુ જણાવી રહ્યા છે. વધુમાં ખેડૂતોને ડિજીટલ પેમેન્ટ એટલે કે કપાસના પૈસા સીધા ખાતામાં જમા કરવામાઆવે છે અને એક-બે દિવસમાં પૈસા મળી જતા હોવાનું જણાવી રહ્યાં છે.
હાલ રજીસ્ટ્રેશન બંધ થયા હોય ચાલુ કરવા માંગ
એકબાજુ સીસીઆઇ મારફત કપાસ ખરીદીમાં ગબગોળા ચાલી જ રહ્યા છે ત્યારે બીજી બાજુ હમણાં હમણા રજીસ્ટ્રેશન પણ બંધ કરી દેવાના ખેડૂતો મહામુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ રજીસ્ટ્રેશન ચાલુ કરવાની માંગ ઉઠી હોવાનુ પડધરીના ખેડૂત મહિપાલસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે. વધુમાં જણાવે છે. કે ખરીદ પ્રક્રિયા ધીમી છે જે માટે મજુરોની અછત જવાબદાર છે. આ ઉપરાંત ખેડૂતોનો કપાસ સીસીઆઇ કેન્દ્રમાં રીજેકટ થાય તો માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦માંજ ખેડૂતોને કપાસ વહેચવાનો વારો આવે છે. જે પડતર ભાવ બરાબર થાય છે. અને નફો મળતો નથી. જો સીસીઆઇ મારફત ખરીદી થાય અને માલ થોડો નબળો હોય તો ૨ થી ૫ જેવુ ત્યાં પણ વેરીએશન આવે છે.