સુરેન્દ્રનગરનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર ગામે તારીખ ૫ અને ૬ જુલાઈ ૨૦૧૮ એમ બે દિવસીય સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ખેડુત તાલીમાર્થીઓને બાયો પ્રોડકટનો વપરાશ વધારી, વર્મી કમ્પોસ્ટ વાપરવાની અને બનાવવાની પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો સર્વ એમ. એફ. ભોરણીયા, ડો. બી. સી. બોચલયા, ડો. આર. પી. કાલમા અને ડી. . પટેલે સજીવ ખેતી વિષયક વિશે અંગેની સમજ આપી હતી. આ તાલીમમાં ૧૧૦ જેટલા ખેડુત ભાઈબહેનો ઉપસ્થિત રહી જાણકારી મેળવેલ હતી. આ તાલીમમાં જી.સી.ભાલોડી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સુરેન્દ્રનગર પણ ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.