માણાવદર તાલુકાનાં ૫૮ ગામમાંથી ૨૭ ગામો મંજૂર તો બીજા ગામોનું શું ?
માણાવદર તાલુકા ના પાજોદ ગામ ના યુવાન ખેડૂત દ્વારા ૨૦૧૮ -૧૯ પાક વીમા બાબતે વીમા કંપની દ્વારા ખેડૂતો સાથે મજાક કરી છે. પાજોદ ગામ ના સીમાડા ના તમામ ગામો ને પાક વીમો મંજુર થયેલ છે તો સીમાડા ના ગામો જેવા કે બુરી , રફાળા ,ભલગામ ,લીંબુડા વગેરે જેવા ગામો માં ૬૦ % ઉપર પાસ થયો તો પાજોદ માં કેમ નહી? અન્ય ગામો માં પણ આવો જ ભેદભાવ રાખવામાં આવ્યો છે ખેડૂતોમાં આ મામલે અસંતોષ ચાલે છે. ફરજિયાત પ્રિમિયમ ચૂકવવામાં આવતું હોવા છતાં વીમો પૂરતો મળતો નથી ત્યારે સરકાર માં છઝઈં કરવામાં આવી તેમાં વિગત મંગાવવા માં આવી કે માણાવદર તાલુકા માંથી ૧૮-૧૯ માં મગફળી ના પાક નું કેટલા હેક્ટર નું પ્રીમીયમ ભરવામાં આવ્યું અને તેમાં કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર અને ખેડૂતો માણાવદર તાલુકા નું ટોટલ પ્રીમીયમ કેટલું ભરવામાં આવ્યું અને ૧૮-૦૨-૨૦૧૯ સુધી માં માણાવદર તાલુકા માં કયા ગામ માં કેટલા રૂપિયા પાસ કરવામાં આવ્યા વિગત વાર માહિતી માણાવદર તાલુકાના પાજોદ ગામ ના ખેડૂત પુત્ર જયદીપ ભાલોડીયા દ્વારા ગુજરાત સરકાર ની ખેતી નિયામકશ્રી ની ગાંધીનગર ઓફીસ માં RTI થી માહિતી માંગવામાં આવી છે.