પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત દેશના સાત રાજ્યોએ એક જૂનથી એટલે કે આજથી ખેડૂત આંદોલન શરૂ કરી દીધું છે. કિસાન યુનિયને તેમની માગણીઓ માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ 10 દિવસનું ખેડૂત આંદોલન જાહેર કરી દીધુ છે. તે સાથે જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધને શહેરની બહાર ન મોકલવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોનું આ આંદોલન સરકાર દ્વારા ટેકાના ભાવના વાયદાને જલદી પુરૂ કરવા માટે છે.
Punjab: Farmers spill milk on the road during their 10 days ‘Kisan Avkash’ protest, in Ludhiana’s Samrala (Earlier visuals) pic.twitter.com/rh7Fp5uVnl
— ANI (@ANI) June 1, 2018
Updates
– પુણેના ખેડશિવાપુર ટોલ પ્લાઝા પર ખેડૂતોએ 40 હજાર લિટર દૂધ રસ્તા પર ઢોળી દીધું.
– મંદસૌરમાં આંદોલન શરૂ કરતા પહેલાં ખેડૂતો મંદિર પહોંચ્યા અને ભગવાનને દૂધનો અભિષેક કર્યો હતો.
– રાષ્ટ્રીય કિસાન મહાસંઘે 130 સંગઠનો સાથે વિરોધ પ્રદર્શન અને હડતાળની જાહેરાત કરી દીધી છે.
– ઝબુઆમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે.
– મંદસૌરમાં સમગ્ર શહેરમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે જેથી ખેડૂત આંદોલન દરમિયાન શાંતિ રહી શકે.
– પંજાબના ફરિજકોટમાં ખેડૂતોનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અહીં ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ પ્રદર્શીત કર્યો છે.
– મંદસૌરમાં ખેડૂતો દ્વારા વધેલા દૂધમાંથી મીઠાઈ બનાવીને ગામના લોકો અને ખેડૂતોને વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો.