ઠેબા ગામનો બનાવ : આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ હાથધરી
જામનગર નજીક ઠેબા ગામના વતની અને ત્યાં જ ખેતી કામ કરતા પિતા પુત્ર એ ગઈકાલે પોતાની વાડીએ સજોડે ઝેરી દવા તેને તત્કાલિક સારવાર અર્થે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર દરમિયાન પિતાએ સારવારમાં દમ તોડ્યો હતો ત્યારે હાલ પુત્ર હજુ બેભાન હાલતમાં છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી જાય બનાવ પાછળનું કારણ જાણવા તપાસ હાથધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગરના ઠેબા ગામના હનુમાન મંદિર પાસે રહેતા અને ખેતી કામ કરતા ગણેશભાઈ ભનાભાઈ સાંગાણી નામના 70 વર્ષના ખેડૂત બુઝુર્ગ અને તેના પુત્ર હર્ષદ ગણેશભાઈ (ઉં. વ. 38) કે જે બંને એ એકી સાથે ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યા હતા. અને પિતા પુત્ર બંનેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગણેશભાઈ સાંગાણીએ દમ તોડી દીધો હોવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.આ ઉપરાંત પુત્ર હર્ષદ કે જે હાલ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. જેને સધન સારવાર અપાઈ રહી છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતક ગણેશભાઈ ના બીજા પુત્ર. અરવિંદ ગણેશભાઈ સાંગાણીએ પોલીસને જાણ કરતાં પંચકોસી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમ જ સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.