સાવરકુંડલામાં મંગળવારે ખેડુતો રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવશે
ખેડુત સમાજ અમરેલી દ્રારા સરકાર ને વારંવાર અસરગ્રસ્ત બાબતે રજૂઆતો કરવા છતાં જિલ્લા ને અસરગ્રસ્ત જાહેર ન કરવાથી ખેડુત સમાજ દ્રારા ૨૯ તારીખ ના રોજ ખાંભા ના માર્કેટ યાર્ડ માં મહાસમેલન અને ત્યાર બાદ રેલી કાઢી ને મામલતદાર કચેરી જઈ ને મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા જવાનું છે.
તો તાલુકા ના તમામ ખેડૂતો ને ૨૯ તારીખ ને સોમવાર ના રોજ સવારે ૯ કલાકે આપણે આપણા હક ની લડાઈ માટે માર્કેટ યાર્ડ માં હાજર રહેવાનું આહવાન ખાંભા ના ખેડુત સમાજ પ્રમુખ અશ્વિનભાઈ પેથાની,શાંતિલાલ ઠુમમર,બાબુભાઇ ખુમાણ, ભગવાનભાઈ ભુવા,સુરેશભાઈ નસિત,ઘનશ્યામભાઈ ડોબરીયા, કિશોર સેજળીયા,ભરતભાઇ સખવાળા, ભરતભાઇ કામળિયા,રમેશ કલસરિયા અને હરિભાઈ હિરપરા એ કર્યું છે અને આ ખેડુત મહાસમેલન માં ખેડુત સમાજ ગુજરાત ના સાગરભાઈ રબારી અને જિલ્લા પ્રમુખ નરેશ વિરાણી,ભાવનગર પ્રમુખ ભરતસિંહ વાળા પણ હાજર રહી ને ખેડુત મહાસમેલન ને અહીંયા થી લઈ ને સાવરકુંડલા પ્રમુખ મહેશભાઈ સોડવડીયા એ ૩૦ તારીખ મંગળવાર ના રોજ સવારે સભા અને રેલી કાઢી ને મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવાની જાહેરાત કરી છે.
અને ખેડુત સમાજ ની માંગણી જિલ્લા ને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જાહેર કરો, પાકવિમાં કમ્પની ગામડે ગામડે ક્રોપકટિંગ નું કામ કરી ને રિપોર્ટ કરે અને ભવિષ્ય માં પણ સિંચાઇ ના પાણી માટે કલ્પસર યોજના પરિપૂર્ણ કરાવે,આ તમામ મુદ્દાઓ ને લઈ ને ખેડુત સમાજ અમરેલી જિલ્લા ના તમામ ખેડુત ભાઈઓ ને હાજર રહેવા માટે આહવાન કરે છે.