અઘ્યક્ષ સ્થાને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે દિપ પ્રાગટય
ધોરાજીના કડવા પાટીદાર સમાજ ખાતે રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી. રાજકોટ તથા ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લી.ના સંયુકત ઉપક્રમે ખેડુત શિબીર યોજાઇ હતી.
આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે તથા મગનભાઇ વડાવીયા અને અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ તકે સહકારી કર્મચારી દ્વારા કેબીનેટ મંત્રી અને આરડીસી બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તકે જુદા જુદા સહકારી અગ્રણીઓ દ્વારા ખેતી અંગે માર્ગદર્શન પુરા પાડવામાં આવ્યું હતું. અને દુધ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ ખેતીની સાથે પશુપાલન અંગે માહીતી આપી પશુપાલનના ફાયદો જણાવ્યા હતા. આ તકે અકસ્માતમાં મરણ ગએલ ખેડુત ખાતેદારોના વારસદારોને વિમાના ચેક અર્પણ કરાયા હતા.
આ તકે ધોરાજી તાલુકાના સરપંચો, મંત્રીઓ સરકારી અગ્રણીઓ વગેરે હાજર રહેલ અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું સહકાર અગ્રણીઓ દ્વારા ફુલહાર અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.
આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિનુભાઇ વૈષ્ણવ, કાન્તીભાઇ જાગાણી, વી.ડી. પટેલ, રણછોડભાઇ કોયણી, અનીલભાઇ વઘાસીયા, પ્રભુદાસભાઇ માયાણી, ધીરુભાઇ બાબરીયા, સંઘના મેનેજર આર.સી.ભુત સહીત ના વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને ખેડુતો હાજર રહ્યા હતા.