- સિલોન બાદ વિવિધ ભારતી પર 42 વર્ષ સુધી ‘બિનાકા ગીતમાલા’ રેડિયો પ્રોગ્રામ રજૂ કર્યો: રેડિયોમાં લહેરાતો તેમનો સુંદર અવાજ સાંભળવા બુધવારે રાત્રે 8 વાગે લોકો ગોઠવાય જતા: તેમનો અવાજ લોકોની જુદી જુદી પેઢીઓ પર છવાઈ ગયો હતો
- અમીન સયાનીએ ભૂત બંગલા, તીન દેવીયા, બોકસર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ: પ્રારંભે તેને ઓલ ઈન્ડિયા રેડિયો-મુંબઈમાં 10 વર્ષ અંગ્રેજી કાર્યક્રમમાં ભાગ લીધો હતો
- તેમણે 1951થી શરૂ કરેલી અવાજ યાત્રામાં 54 હજારથી વધુ રેડિયો કાર્યક્રમ સાથે 19 હજાર સ્પોર્ટ-જિંગલ્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો: 2009માં તેમને પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો: તે નવા કલાકારો અને સ્ટ્રગ્લર્સને મદદ કરીને કામ અપાવતા હતા
આવાઝ કી દુનિયા કે દોસ્તો…. મેં હું આપકા દોસ્ત અમીન સયાની… આ અવાજ એટલે છેલ્લા યુગના સાડાચાર દાયકાનો રેડિયોમાં લહેરાતો અવાજ અમીન સયાનીનો અવાજ… આજે આપણા વચ્ચેથી વિદાય લીધી.. હું , મારા પપ્પાને દાદા આ ત્રણ પેઢી જેને સાંભળતી આવી છે એ ઉદઘોષકની યાત્રશ 1932 થી 2024ની 91 વર્ષની રહી હતી. રેડિયો સિલોન પર આવતો કાર્યક્રમ બિનાકા ગીતમાલા કાર્યક્રમ સાંભળવા બુધવારે રાત્રે 8 વાગે રેડિયો સામે ગોઠવાઈ જતાં, આજે કયુ ગીત સરતા જ થશે તેની ચર્ચા થતી હતી. આજે પણ લોકો સોશિયલ મીડિયા કે યુટયુબ ઉપર તેના 1952થી 1992 સુધીના એ જુના કાર્યક્રમો સાંભળે છે. 1950,60,70 દાયકાના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવા સાથે તેનો મીઠો લહેકો તન-મનમાં આનંદ ભરી દેતો હતો.
રેડિયો એનાઉન્સર તરીકે લોકપ્રિયતાના શિખરો સર કરનાર અમીન સયાનીનું મંબઈમાં 91 વર્ષે હૃદય રાગેના હુમલાથી નિધન થતા કરોડો ચાહકોમાં ઘેરા શાકેની લાગણી પ્રવર્તી હતી. 1951 થી શરૂ કરેલ અવાજ યાત્રામાં 1994 સુધીમાં 54 હજારથી વધુ રેડીયો કાર્યક્રમ સાથે 19 હજાર સ્પોર્ટ જિંગલ્સ રજૂ કરીને વિશ્ર્વ વિક્રમ કયો હર્તો. તેમણે ભૂતબંગલા, કત્લ, તીન દેવીયા અને બોકસર જેવી ફિલ્મોમાં પણ કામ કરેલ હતુ. રેડિયોની દુનિયાની અકે જીવતી જાગતી દંત કથા એટલે અવાજના જાદુગર અમીન સયાની, તેમને 2009માં સરકારે પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનીત કર્યા હતા.તેના જવાથી મનોરંજનની દુનિયામાં એક મોટો ખાલીપો સર્જાયો છે, એનાઉન્સર તરીકે તે ભૂતો ન ભવિષ્ય હતા. તે રેડિયોના બાદશાહ હતા.
રેડિયોની દુનિયામાં નામ કરનાર અમીન ભૈયાએ રેડીયો પ્રેઝન્ટર તરીકે પોતાના કેરીયર શરૂ કરી હતી તેના ભાઈ હામીદ સયાનીએ રેડીયો સીલોનમાં હિન્દી કાર્યક્રમ માટે તૈયાર કર્યાને માત્ર 25 રૂ. મહેનતાણાથી તેઓ જોડાયા હતા. તેમણે 10 વર્ષ સુધી ઓલ ઈન્ડિયા રેડિયો મુંબઈ કેન્દ્ર પરા અંગ્રેજી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ફિલ્મ ઉદ્યોગમાં પણ તે એનાઉન્સર તરીકે લોકપ્રિય હતા. ઘણા કલાકારો અને સ્ટ્રગ્લર્સને કામ અપાવવા મદદ કરી હતી સતત 42 વર્ષ ચાલેલા એકોર્ડ બ્રેક કાર્યક્રમ બિનાકા ગીતમાલાએ તેમને જબ્બર લોકપ્રિયતા અપાવી હતી. એપોઈન્ટમેન્ટ વગર મળવા આવેલા અમિતાભને સાંભળ્યા વિનાજ અમીન સયાનીએ રીજેકટ કર્યા હતા. તેમના અવાજ માત્રથી તેમનું વ્યકતિત્વ છલકાયજતું હતુ તે રેડિયો એનાઉન્સીંગના હીરો હતા.
તેમના નિધનના સમાચાર જાણીને ઉદીત નારાયણ, રજી મુરાદ, રફી સાહેબના પુત્ર શાહિદ રફીએ જણાવ્યું કે તેમની કમી કોઈ ભરી શકશે નહીં દુનિયા ભલે બદલાય જાય, પણ અમીન ભૈયાનો અવાજ કયારેય ભુલાશે નહીં, અને તેનો અવાજ કોહિનૂરની જેમ સદા ચમકતો રહેશે. તે એક અગ્રણી રેડિયો પ્રસ્તુતકર્તા હતા જેણે એશિયાના શ્રોતાઓને પોતાના મધૂર અવાજથી મંત્ર મુગ્ધ કર્યા હતા. તેમના ગુરૂ તેના મોટા ભાઈ હમીદ હતા, કારણ કે તે પહેલેથી જ રેડિયો શો હોસ્ટ કરતા હતા અમીન ને નાનપણથી જ મોટાભાઈ તાલીમ આપત હતા પ્રારંભે બાળકોનાં શોમાં અવાજ આપીને શરૂઆત કરી હતી. અમીન સયાની એ પોતાના રેડિયો કાર્યક્રમ થકી પ્રથમવાર કરોડો ભારતીયોને જોડયા કે જે અગાઉ કયારેય ન બન્યું હતુ.
તેમની માતા કુલસુમ સયાની પણ ‘રહેબર’ પાક્ષીકમાં સંપાદક તરીકે કાર્ય કરતા, આ પાક્ષીક ગાંધીજીએ શરૂ કરેલ હતુ. અમીન ભૈયાએ પ્રારંભીક શિક્ષણ ગુજરાતીમાં લીધુ હતુ, અને ધો.5 થી અંગ્રેજી માધ્યમનું શિક્ષણ લીધું હતુ. 1960માં ટાટા ઓલ મિલ્સ લિમિટેડના માર્કેટીંગ વિભાગમાં બ્રાન્ડ એકિઝકયુટીવ તરીકે કાર્ય પણ કરેલ હતુ. તેમણે 1976 થી વિવિધ વિદેશી રેડિયો સ્ટેશનમાં કામ કર્યું હતુ. ગીતમાલામાં છેલ્લે તેમણે બે વર્ષ માટે કોલગેટ સિબાકા ગીતમાલા તરીકે વિવિધ ભારતીનાં નેશનલ નેટવર્કમાં પ્રસરીત કરી હતી.
તેમણે એસ. કુમાર્સકા ફિલ્મી મુકદમા (7વર્ષ), સાજીંદોકે સાથી (4 વર્ષ), બોર્ન વિટાકિવઝ સ્પર્ધા (અંગ્રેજીમાં 8 વર્ષ), શાલીમાર સુપરલક જોડી (7 વર્ષ), સિતારોકી પસંદ, ચમકતે સિતારે, મહેકતી બાતે (14 વર્ષ), સંગીતકે સિતારોકી મહફીલ (4 વર્ષ), જેવા વિવિધ કાર્યક્રમો પણ પ્રસ્તુત કરીને કરોડો ચાહક વર્ગને મનોરંજન કરાવેલ. સારેગામા માધ્યમથી ગીત માલા કી છાંવમેં આજે પણ યુવા વર્ગ સાંભળે છે. સયાની એ 1976થી પોતાના રેડિયો શોની કોમર્શિયલ નીકાસ કરીને યુ.એસ.એ, કેનેડા, ઈગ્લેન્ડ, યુએઈ, મોરેશિયસ, આફ્રિકા, ફિજી અને ન્યુઝિલેન્ડમાં પણ લોકોને પોતાના અવાજ થકી દિવાના કર્યા હતા. વિદેશોમાં પણ તેમના રેડિયો શો ઘણા વષો; ચલાવ્યા હતા. તેઓ સ્ટેજ કોમ્પેરીંગ પણ કરીને સંગીત શો, સૌદર્ય સ્પર્ધા, ફેશન શો, એવોર્ડ ફંકશન, ફિલ્મ સિલ્વર જયુબેલી ફંકશન, ફિલ્મ ફેસ્ટીવલ કોન્સર્ટ સેમીનાર, વર્કશોપ, વેપાર મેળા સહિત બે હજારથી વધુ સ્ટેજ શો પણ કર્યા હતા.
અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932માં મુંબઈમાં ગુજરાતી ભાષી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમની માતા સ્વતંત્રતા સેનાની હતા, અને તે ગાંધીજીની નજીક હતા તેમની ભાષા સરળ સુલભ છતા માહિતીપ્રદ હતી. તેઓ એક સારા વોઈસ ઓવર આર્ટીસ્ટ હતા. તેમણે એકવાર કહેલું કે ંહું ઈચ્છતો હતો. કે દરેક શ્રોતા એવું અનુભવે કે ંહું તેમની સાથે વાત કરી રહ્યો છું આજે તેમના અવાજની નકલ ઘણા કલાકારો કરતા હોય છે, પણ અમીન ભૈયા જેવો અવાજ કયારેય ન થઈ શકે, કારણ કે તે અમર ધ્વનિ છે, જે ગઈકાલ, આજ અને આવતીકાલ સદા અમર રહેશે. જારે પણ આપણે તેનો અવાજ સાંભળશું ત્યારે ‘આકાશ’માંથી વાણી સંભળાય તેમ દિલો-દિમાગને ભૂતકાળમાં સરકાવી દેશે…