- પૂર્વ વડાપ્રધાન – પ્રખર અર્થશાસ્ત્રીની ખોટ કયારેય નહી પુરાય વડાપ્રધાન – ગૃહમંત્રી સહીતની નેતાઓની મહામાનવને અંજલી
દેશના પૂર્વ વડાપ્રધાન પ્રખર અર્થશાસ્ત્રી મનમોહનસિંહનું 92 વર્ષ અવસાન થતા સમગ્ર દેશ અને દુનિયાભરના અર્થશાસ્ત્રી રાજકીય મહાનુભાવોમાં ભારે શોકનું વાતાવરણ છવાયું મનમોહનસિંહે ભારતને વિશ્ર્વગુરુ અને આર્થિક મહાસત્તા બનાવવાનો પાયો નાખ્યો હતો. તેમના અવસાનથી દેશે કયારેય પુરી શકાય તેવી ખોટ અનુભવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ અને રાજકીય આગેવાનોએ મનમોહન સિંહને ભાવનજંલી અંથલી આપી હતી.
મનમોહન ચલે મોહન કે પાસ: શહેર કોંગ્રેસની અંજલી
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ડો.યજ્ઞેશ જોશી, ડો.રાજેશ ત્રિવેદી, ડો.વિરલ ભટ્ટે પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહજી એક અસાધારણ નેતા હતા, જેમણે ભારતના ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે. ભારતના 13મા વડા પ્રધાન તરીકે, તેમણે 2004 થી 2014 સુધી અત્યંત સમર્પણ અને અખંડિતતા સાથે રાષ્ટ્રની સેવા કરી. શરૂઆતથી લઈને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને રાજકારણીઓમાંના એક બનવા સુધીની તેમની નોંધપાત્ર સફર ખરેખર પ્રેરણાદાયી છે.
રાજકારણના એક યુગનો અંત: અતુકલ રાજાણી
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ આર્થિક તજજ્ઞ ની વિદાય અને ભારતે વધુ એક રત્ન ગુમાવ્યો છે. રાજકારણના એક યુગનો અંત આવ્યો છે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘનું 92 વર્ષની વયે નિધન થતા કોંગ્રેસ પક્ષ અને ભારતની પ્રજાએ એક નેક ઇન્સાન ગુમાવ્યો છે. આર્થિક બાબતોની આગવી સુઝ થકી ભારતમાં કરોડો લોકોની ખરીદ શક્તિ વધારી તેમને ગરીબી રેખામાંથી બહાર કાઢનાર અને આધાર મનરેગા અને આરટીઆઇમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘની સિદ્ધિઓ ની યાદી ખૂબ જ લાંબી છે. ડો. મનમોહન સિંઘ નાણામંત્રી તરીકે સેવા આપતા 1991 માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો વર્ષ 2005માં રજૂ કરાયો હતો વર્ષ 2005માં માહિતી માગવાનો અધિકાર કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો, લોકોને આધાર સુવિધા મળી હતી, ભગવાન તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રાર્થના કરે છે.
મનમોહનસિંહની વિદાય દેશ માટે અપુરનારી ખોટ: ચેતન રામાણી
અગણી આગેવાન ચેતનભાઇ રામાણીએ મનમોહન સિંહને અંજલી આપતા જણાવેલ કે, રિઝર્વ બેકના ગવર્નરથી લઇ નાણામંત્રી અને વડાપ્રધાન સુધીની રાજકીય કારકીર્દી દરમિયાન 1991 જેવા આથિંક સુધારા માટે પણ જેઓનું યોગદાન છે એવા સફળ અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહજીના નિધને સૌની વ્યથીત કર્યા છે.
તેઓની વિદાય દેશ માટે અપૂરવણીય ક્ષતિ છે. ઈશ્વર આત્માને શાંતિ અથેૃ એજ પ્રાર્થના અર્પી ચેતનભાઇ રામાણીએ અંજલી આપી હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીને ડો. વલ્લભભાઈ કથીરિયાની અંજલી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સંસદ સભ્ય ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમના જીવન અને નેતૃત્વએ રાષ્ટ્ર અને વિશ્વમાં અમીટ છાપ છોડી છે.
મનમોહન સિંહ જીનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ નમ્રતા અને ભારતની પ્રગતિ માટે ઊંડી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે આર્થિક વૃદ્ધિ, સર્વસમાવેશક નીતિઓ અને લાખો જીવનને સ્પર્શતી સામાજિક કલ્યાણની પહેલનો પાયો નંખાયો.
ડો.કથીરિયા સંસદમાં તેમની સાથે કામ કરવાના સમયને ખૂબ સન્માન સાથે યાદ કરે છે.
1990ના દાયકાની શરૂઆતમાં નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતના આર્થિક ઉદારીકરણમાં શ્રી મનમોહન સિંહજીનું યોગદાન પરિવર્તનકારી હતું.
રાજકોટના લોકો અને સમગ્ર રાષ્ટ્ર વતી હું તેમના પરિવાર અને વિશ્વભરના અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમ ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું
મનમોહનસિંહની એક મૌન શકિત હતી: ઇન્દ્રનીલ રાજયગુરૂ
મનમોહનસિંહજી એક મૌન તાકાત તેમના કહ્યા મુજબ ઇતિહાસ તેમને યાદ રાખશે. ભારતના ઘડવૈયા અને શ્રેષ્ઠ વડાપ્રધાન પૈકીના એક દેશ-દુનિયાના શ્રેષ્ઠતમ અર્થશાસ્ત્રીને શ્રઘ્ધાંજલી આપી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇએ મનમોહનસિંહ મૌન શકિત ગણાવ્યા હતા.
લોક સંસદ વિચાર મંચની પૂર્વ વડાપ્રધાનને શ્રઘ્ધાસુમન
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ નું નિધન થતા દેશને મોટી ખોટ પડી છે. આ દુ:ખદ સ્થિતિ છે કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતિક હતા આઝાદી પછી તેઓ હીરો હતા. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રહ્યા વર્ષ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદે રહ્યા દેશની આર્થિક નીતિની ભેટ આપી હતી 1970 અને 1980 દરમિયાન ભારત સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર હતા અને આયોજન પંચના વડા 1982 થી 1985 સુધી રહ્યા મહત્વના મુદ્દાઓ ભોગવ્યા હતા લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, હિરપરા જેન્તીભાઈ, જીગ્નેશ બોરડ, સરલાબેન પાટડીયા એડવોકેટ ભાવનાબેન વાઘેલાએ મનમોહન સિંહને અંજલી આપી હતી.
ડો.મનમોહનસિંહના રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની શ્રઘ્ધાસુમન
ભારત દેશના પૂર્વ વડાપ્રધાન, પ્રખર અર્થશાસ્ત્રી અને વૈશ્વિકીકરણ-ઉદારીકરણ નિતીના પ્રણેતા ડો.મનમોહનસિંહના દુ:ખદ અવસાન સબબ શ્રધ્ધા સુમન પાઠવી મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા હતા. વર્ષ 1991માં વૈશ્વિકીકરણ-ઉદારીકરણ, વર્ષ 2005માં માહિતી અધિકારનો કાયદો, વર્ષ 2005માં રોજગાર ગેરેંટી યોજના, વર્ષ 2009માં ઓળખ માટે આધારકાર્ડ અને વર્ષ 2006માં અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ જેવા ઐતિહાસિક નિર્ણયોજેમના કાર્યકાળમાં કરેલ હતા