લાંબી સારવારના અંતે કોરોના સામે વધુ એક પ્રતિષ્ઠ વ્યકિત જંગ હાર્યા

નિરજંનભાઇ દફતરીના મોતથી રાજયના વકીલ આલમમાં ઘેરા શોક 

મકકમ મનોબળ અને તેજ સ્વભાવ અને નિખાલસ વ્યકિતત્વના માલીક તેમજ વકીલાત ક્ષેત્રનું ધરેણું અને ખ્યાતનામ વરિષ્ઠ ધારાશાસ્ત્રી નિરંજનભાઇ દફતરી  અંતિમ શ્ર્વાસ લીધા છે. આ બનાવથી રાજયના વકીલ આલમમાં ધેરા શોકની લાગણી વ્યાપી છે.સ્વ. શાંતિલાલ રાયચંદ્રભાઇ દફતરીના પુત્ર અને સિનિયર એડવોકેટ નિરંજનભાઇ શાંતિલાલ દફતરી (ઉ.વ.79) તે સ્વ. ચંદ્રિકાબેન નિરજનભાઇ દફતરી, નિવૃત ડિસ્ટ્રીકટ જજ હિનાબેન પંડયાના પતિ, પથિકભાઇ દફતરી, ભાવિનભાઇ દફતરીના પિતા, નિપુરબેન દફતરી, નેહાબેન દફતરીના સસરા, કૈયા, વરદા, કૌસવના દાદા અને કલ્પેશભાઇ દફતરીના ભાઇજીનું લાંબી બિમારીથી અવસાન થયું છે.સ્વ. મનુભાઇ શાહના જુનીયર તરીકે વકીલાતનો વ્યવસાયનો પ્રારંભ કરનાર નિરંજનભાઇ દફતરી એ.જી.પી. અને એ.પી.પી. તરીકે સેવા આપી ચુકયા છે.રાજકોટ બાર એસોશીએશનમાં પ્રમુખ અને સેક્રેટરી તરીકે વર્ષો સુધી સેવા આપી ચુકયા છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને હાઇકોર્ટની બેંચ માટે જબરજસ્ત લડત ચલાવી લોકચાહના મેળવી હતી.સીવીલ અને ક્રિમીનલ ક્ષેત્ર નામ ધરાવતા નિરંજનભાઇ દફતરીની રાજયમાં આગવી ઓળખ ધરાવતા હતા રાજકોટ સહિત સૌરાષ્ટ-કચ્છના અનેક ચકચારી કેસમાં બચાવ પક્ષે અને ફરીયાદ પક્ષે જબરદસ્ત  સફળતા હાંસલ પ્રાપ્ત કરી છે.રાજકોટ મહાપાલિકાના પેનલ એડવોકેટ તરીકે પ્રસશનીય સેવા બજાવી ચુકયા છે.રાજયના અતિ ચકચારી બનેલા ડો. મધુબેન શાહ હત્યા કેસ અને ગોંડલના વિનુ શિંગાળા સહિત અનેક ચર્ચાસ્પદ કેસમાં સફળતા પ્રાપ્ત કરી હતી.નિરજનભાઇ માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર હાઇકોર્ટમાં નહી તેઓએ વડોદરા, કચ્છ, અમદાવાદ, સુરત અને ભરુચ સહિતના સ્થળોની અદાલતોમાં દલીલો કરી આગવી ઓળખ ઉભી કરી છે. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય સંતોષબેન જાડેજાના પુત્ર કરણને પોલીસે કરેલી ધરપકડની અદાલતમાં રાત્રીના બાર વાગ્યા સુધી ડ્રામા ચાલ્યો હતો.

ડો.મધુબેન હત્યા, વિનુ શીંગાળા હત્યા સહીત અનેક ચકચારી કેસમાં સફળતા પ્રાપ્ત કરેલી

નિરંજનભાઇ દફતરીના અનેક જુનીયર વકીલોના ગુરુસમાન માર્ગદર્શક રહ્યા છે. નિરજનભાઇના અવસાનથી બાર એસોસીએશનએ વિચક્ષણ તારલો ખોયો છે. નિરંજન ભાઇ દફતરીને કોર્ટમાં સુનાવણી સાંભળવા માટે સીનીયર જુનીયર વકીલો અદાલતોમાં અગાઉથી બેસી જતાં હતા. નિરંજનભાઈ પોતાના આગવા વિઝનથી કેસ ઉકેલવામાં અને પોતાના પક્ષને લઈ જીત મેળવવા માટે જબ્બરી માસ્ટરી હતી. સૌરાષ્ટ્રના ટોપ-10 એડવોકેટોની યાદીમાં તેમનું સ્થાન મોખરે હતું. કાનુની વિદતાના તેઓ વિચક્ષણ મનાઈ રહ્યા છે. તેમને જજો પણ માન-સન્માનથી જોતા હતા.

હાઇકોર્ટ બ્રેંચ માટેની લડતનું નેતૃત્વ કરેલું, બારના પ્રમુખ, સેક્રેટરી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતું

તેમના નિખાલસ અને મળતાવડા સ્વભાવથી વકીલોમાં જબરી લોકચાહના ધરાવતા હતા. તેમના જવાથી મોટી ખોટ પડી છે.મકકમ મનોબળ તે જ સ્વભાવ અને સરળ વ્યકિતત્વ ધરાવતથા નિરંજનભાઇ કોરોના સામે 12 દિવસના અંતે જંગ હારી ચુકયા છે. નિરજનભાઇના અવસાનથી રાજકોટ સહિત રાજયભરના વકીલોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.નિરજંનભાઇના પુત્રો પથિકભાઇ દફતરી અને ભાવિનભાઇ દફતરી પિતાનો વારસો સંભાળી આગળ વધારી રહ્યા છે.  નિરંજનભાઇ દફતરીના મોતથી રાજયના વકીલ આલમમાં ધેર શોકની લાગણી વ્યાપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.