‘ગાંધી’ ફિલ્મમાં કરેલા અદભૂત કોસ્ચ્યુમ ડિઝાઈન માટે ભાનૂ અથૈયાને દેશનો પ્રથમ ઓસ્કાર એવોર્ડથી સન્માનીત કરાયા હતા
વિદેશમાં જ ફેશનના મૂળ હોવાની માન્યતા ખોટી સાબિત કરી અથૈયાએ કોસ્ચ્યુમ ડિઝાઈન ક્ષેત્રે અદ્ભૂત કામગીરી કરી
ફેશન ડિઝાઈનમાં ભારતને ઓળખ અપાવનાર ભાનૂ અથૈયાની ૯૧ વર્ષની વયે ચીર વિદાય થઈ છે. કોસ્ચ્યુમ ડિઝાઈન ક્ષેત્રે તેમની કામગીરી નન ભૂતો ન ભવિષ્યતિથ સમાન છે. તેમણે ફિલ્મો માટે તૈયાર કરેલી અવનવી ડિઝાઈનને અનેકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેણી લાંબા સમયથી બ્રેઈન ટયુમર ડાયગ્નોઝ બિમારીથી પીડિત હતા. આખરે ૮ વર્ષની આ પીડામાંથી મૂકત થઈ તેમણે આજે વહેલી સવારે મુંબઈમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ અંગેની માહિતી તેમની પુત્રી રાધિકા ગુપ્તાએ આપી છે.
કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાનો જન્મ કોલ્હાપૂરમાં થયો હતો. ઈ.સ. ૧૯૫૬માં આવેલી ગૂરૂદત્તની સુપરહીટ ફિલ્મ નસીઆઈડીથથી તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી ભાનૂ અથૈયાને બોલીવૂડ જગતમાં કોસ્ચ્યુમ ડિઝાઈનીગ તરીકે પ્રવેશ કર્યો અનેભારતને શન ક્ષેત્રે એક આગવી ઓળખ અપાવી આ અગાઉ એમ જ મનાતું કે, વિદેશોમાં જ નફેશનપનું ચલણ હોય છે. અવનવાં કપડા, અવનવી ડિઝાઈન માત્ર વિદેશમાં જ પ્રચલીત અને ફેશનેબલ હોવાનું મનાતું પણ આ માન્યતાને ભાનૂ અથૈયાએ ખોટી સાબિત કરી પોતાની કોસ્ચ્યુમ ડિઝાઈનની આગવી શૈલીને સમગ્ર વિશ્ર્વ સમક્ષ મૂકી અને ભારતને નવી ઓળખ અપાવી. ફિલ્મોમાં પણ કોસ્ચ્યુઅમને લઈ સમગ્ર વિચારસરણી બદલી. રિચર્ડએટનબોરો અને જોન મોલોની ફિલ્મ નગાંધીથ માટે તેમણે ડિઝાઈન કરેલ કોસ્ચ્યુઅમ માટે તેમને ઓસ્કાર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. ભારતીય ઈતિહાસની આ પ્રથમ ઘટના હતી કે કોઈ ભારતીયને ઓસ્કાર પૂરસ્કાર મળ્યો હોય. જોકે આ એવોર્ડ સદા સદાને માટે સુરક્ષીત અને સંગ્રહિત રહે તે માટે ભાનુ અથૈયાએ તેને વર્ષ ૨૦૧૨માં એકેડમી ઓફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સને સોંપી દીધો હતો. આ નગાંધીથ ફિલ્મ ૧૯૮૨માં પ્રકાશિત થઈ હતી. આ ઉપરાંત તેમણે બ્કબ્લસ્ટર ફિલ્મ નવકતથમાં પણ અનોખો ફેશન ટ્રેન્ડ રજૂ કરેલ.
લગભગ ૫૦ વર્ષ સુધી ભાનૂ અથૈયા બોલીવુડ જગત સાથે સંકળાયેલા રહ્યા ગુલઝારની ડ્રામા ફિલ્મ નલેકિનપકે જે ૧૯૯૦માં પ્રકાશિત થઈ હતી આ ઉપરાંત આશુતોષ ગોવારિકરની ફિલ્મ નલગાનપ કે જે વર્ષ ૨૦૦૧માં પ્રકાશિત થઈ હતી આ બંને ફિલ્મ માટે પણ ભાનૂ અથૈયાને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરાયા હતા.