કુંભ મેળાને કોરોના ગ્રહણ લાગી ગયું હોય તેમ નિરવાણી અખાડાના મહામંડલેશ્વર કપીલદેવ દાસ (ઉ.65)નું કોવિડ-19ના કારણે ખાનગી હોસ્પિટલમાં ગુરૂવારે અવસાન થયું હતું. મધ્યપ્રદેશના સૌથી મોટા 13 અખાડામાં નિરવાણી અખાડાના મહામંડલેશ્વરનું અવસાન થતાં સંત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. જૂના અખાડાએ પણ કુંભમાંથી પરત ચાલ્યા જવાની જાહેરાત કરી દીધી છે. મેળામાં 332 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. કુંભ મેળામાં કોરોનાના સંક્રમણને લઈ મોટી ચિંતા ઉભી થઈ છે.
આરોગ્ય મહાનિર્દેશક ડો.ત્રિપાઠી બહુગુણાએ જણાવ્યું હતું કે, કોવિડમાં નિધન પામનાર મહામંડલેશ્વર કપીલદેવને ખાનગી હોસ્પિટલમાં 12મી એપ્રીલે ખસેડવામાં આવ્યા હતા અને 13મી એપ્રીલે તેમનું નિધન થયું હતું. કિડનીની સમસ્યાના કારણે તેમની તબીયત બગડી હતી અને તેનું ડાયાલીસીસ પણ ચાલુ હતું. કુંભમેળામાંથી સંક્રમણને કારણે 13 પોલીસ કર્મચારીને પણ પાછા આવવાની ફરજ પડી હતી. નિરવાણી અખાડાના મહામંડલેશ્ર્વરના મૃત્યુ બાદ સૌથી મોટા જૂના અખાડાએ પણ કુંભમાંથી પરત આવવાની જાહેરાત કરી હતી.