સામગ્રી
- શિંગોડાનો લોટ ૩ ચમચી
- ૩ કલાક પલાળેલો ક્રશ કરેલો ૧૦૦ ગ્રામ મોરૈયો
- આદું-મરચાની પેસ્ટ
- છીણેલી દુધી
- ખાવા નો સોડા
બનાવવાની રીત:
મોરૈયો લો, તેમાં શિંગોડા નો લોટ, શેકેલા અધકચરા સિંગ દાણા, જીરુ, તલ, નાખો. કાજુ ના ટુકડા નાખવા, બાફેલા સૂરણ-બટાકા નાખવા, ગાજર ની છીણ ૧ ચમચી, કાકડી ની છીણ ૧ ચમચી નાખવી, કોથમીર, આદું-મરચાની પેસ્ટ નાખવી.
મરચું પાવડર ૧ ચમચી, સિંધાલુણ ૧ ચમચી, ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો. તેને ખાડા વાળી અપ્પમની કડાઈમાં ગ્રીસ કરી પાથરો. ૨ થી ૫ મિનીટ માં થઇ જશે. અપ્પમ ને દહીં સાથે પીરસવું.