પ્રતિક ગાંધી એક ભારતીય અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. સોની LIV સિરીઝ સ્કેમ 1992 માં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવા માટે તેમણે બહોળી પ્રશંસા મેળવી હતી અને ફિલ્મફેર OTT એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારબાદ તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો.