અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. અનંત-રાધિકાએ શુક્રવારે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લીધા. આ લગ્નમાં દુનિયાભરની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાની આગવી સ્ટાઈલથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અનંત-રાધિકાના લગ્નમાં અભિનેત્રી આલિયા ભટ્ટ 160 વર્ષ જૂની સાડીમાં ચમકી હતી. અદભૂત જ્વેલરીવાળી આલિયાની આ સાડીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આલિયાની આ બેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.