શિલ્પા શેટ્ટી તેની ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને હાલમાં અભિનેત્રી તેની વેબ સિરીઝ “ઇન્ડિયન પોલીસ ફોર્સ”ને પ્રમોટ કરતી જોવા મળી જેમાં તેણે વાઈટ અને ગ્રે કલરનું ગાઉન પેર્યું હતું. શિલ્પા શેટ્ટી તેના બધા જ લુકમાં પરફેક્ટ દેખાઈ છે. ભારતીય હોય કે વેસ્ટર્ન દરેક લુકમાં તે ચર્ચાનો વિષય રહે છે. તે ડાન્સ અને એકટિંગ સ્કિલ્સના ટેલેન્ટથી સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.