બોયઝમાં લેધર ફીનીશીંગ વુડન જયારે ગર્લ્સમાં કીટ્ટી, ડાયમંડ અને ઝરીવાળા મોબાઈલ કવરનો ક્રેઝ
યંગ જનરેશનને ધ્યાને રાખી માર્કેટમાં દરરોજ અવનવી વેરાયટીના સ્માર્ટફોન કવરની આવક
સ્માર્ટ ફોન હાલનાં સમયમાં પ્રાથમિક જરૂરીયાત બની ગયો છે. ત્યારે આ સ્માર્ટ ફોનને આકર્ષક બનાવવા માટે અવનવા ફેન્સી કવરનો ગજબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
કવરથી સ્માર્ટફોનને આકર્ષક લુક પણ મળે છે.સાથે સેફટી પણ મળે છે. સામાન્ય રીતે લોકો થોડા થોડા સમયે સ્માર્ટફોનનું કવર બદલીને તેનેનવો આકર્ષક લુક આપતા રહે છે.
ગર્લ્સમાં કીટી કવરનો ભારે ક્રેઝ રહ્યો છે. ઉપરાંત હાલમાં માર્કેટમાં વુડન, ૩-ડી, ટેટુ, સ્પાર્કલ ડાયમંડ લેધર ફિનીશીંગ અને ઝરીવાળા કવર ધૂમ મચાવી રહ્યા છે.
આ ઉપરાંત ઘણા સ્માર્ટ ફોન યુઝર્સ કોઈ પણ સિલેકટ કરેલા ફોટા વાળુ કવર પણ યુઝ કરે છે. કવર માર્કેટમાં દરરોજ અવનવી વેરાયટીઓ આવતી જરહે છે.
લેટેસ્ટ મોબાઈલ: રાજકોટનું એકસકલુઝીવ કવર કલેકશન
લેટેસ્ટ મોબાઈલના ઓનર મીનલ સોરઠીયાએ જણાવ્યુ હતુ કે, અમારે ત્યાં અલગ અલગ વેરાયટીના ૯૯ થી લઈને ૨૦૦૦ સુધીના કવર મળે છે.
જેમકે, સોફટ કવર, હાર્ડકવર, કીટી કવર તેમજ લોકોની ચોઈસ મુજબ જેમકે તેમને પીકચર વાળુ ગમે તો તેવું પણ ઉપલબ્ધ છે.અમે બારથી જ ખરીદી કરીએ છીએ અમા‚ કલેકશન જેવું કલેકશન રાજકોટમાં કોઈ પાસે નથી.અમા‚ બારનું કલેકશન, પ્રાઈસ રેન્જ અને અમે લોકોની ચોઈસ વાઈઝ કવર બનાવી આપીએ છીએ.અહી બધા જ વર્ગના લોકો આવે છે. જે રીતનો વર્ગ આવે એ રીતના કવર અહી ઉપલબ્ધ છે.
લેટેસ્ટ મોબાઈલના સેલ્સ એકઝીકયુટીવ નીશા ધકાણે કહ્યું કે અમારી પાસે કીટી કવર છે. વુડન ટાઈપના કવર છે. ૩-ડી ટાઈપના કવર છે.ગર્લ્સ વદારે કીટી ટાઈપના કવર લે છે.બોયઝ ૩-ડી અને વુડનના કવર લે છે.
અમારી શોપમાં અહીના નહી પરંતુ બારના કવર છે. અને મોસ્ટ ઈર્મ્પોટન્ટ છે કે તેમાં ૩ડી કવર આવે છે. જે અત્યારે બજારમાં વધારે નથી મળતા અમારે કીટી કવર રૂ.૨૦૦થી ચાલુ થાય છે. વુડનમાં ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપીયામાં કવર આવે છે.
શ્રીજી મોબાઈલ: મુંબઈના કવરની વેરાયટી અહી ઉપલબ્ધ
શ્રીજી મોબાઈલના જયોતીન રાણાએ જણાવ્યું હતુ કે, આપણી પાસે દરેક કંપનીના જુદાજુદા મોડેલ માટે હાર્ડ કવર, સોફટકવર, લેધર કવર છે.
અને ગર્લ્સ માટે અલગથી વેરાયટી ઘણી બધી આવે છે. કવરની આપણી વેરાયટી અલગ છે જે તમે ફર્સ્ટવાર જોતા હોય તેમાં લેડીઝ કવરની વેરાયટી આપણે ડાયરેકટ બોમ્બેથી મંગાવીએ છીએ જેની અંદર તમને હાર્ડકવર, બેકકવરમાં લેધર કવર બધી વસ્તુની સારી વેરાયટી જોવા મળશે.
લો રેન્જ ૫૦ થી લઈને ૫૦૦ સુધીનાં કવર અમે રાખીએ છીએ. લગભગ તો એજેડ વ્યકિતઓ ટ્રાન્સપર કવર યુઝ કરે છે. ગર્લ્સમાં અત્યારે કીટી કવરની બધી નવી વેરાયટી આવી છે. જેની માંગ વધુ છે
ઉમીયા મોબાઈલ:રૂ.૧૦૦થી ૩ હજાર સુધીનાં આકર્ષક કવર ઉપ્લબ્ધ
ઉમીયા મોબાઈલના યશ કોટકે જણાવ્યું હતુ કે કવરની ડીમાન્ડમાં આપણે જોઈએ આજે કોઈ પર આટીફીશીયલ વર્ક છે તો એ સીમ્પલ કવરની ડીમાન્ડ કરતા હોય છે. ગર્લ્સ છે.
તો તેઓ લેડીઝ કવરની ચોઈસ કરતા હોય છે. કોલેજીયન ગર્લ કે બોય હોય તો તેઓ ફ્રેન્સી કવરની ડીમાન્ડ કરતા હોય છે. અને હજી આવુ એકસકલુઝીવ બધુ આવી જ રહ્યું છે. ૧૦૦ રૂપીયાથી માંડીને ૩૦૦૦ સુધીનાં કવર માર્કેટમાં આવી રહ્યા છે. અને તેમાંપણ બ્રાન્ડેડ કવર બધા આવતા હોય છે. ૧૦૦ રૂ. થી ૧૦૦૦ રૂ.સુધીમાં નોર્મલ કવર આવતા હોય છે. ૧૦૦૦ થી ૩૦૦૦ સુધી જોવો તો બ્રાન્ડેડ કવર આવી રહ્યા છે.
બોયઝ કવાર્ટઝ વાળા કવર વધારે પ્રીફર કરતા હોય છે. અને ગર્લ્સ સ્પારર્કલવાળા, ડાયમંડવાળા એવા એકસકલુઝીવ કવર ચોઈસ કરતા હોય છે.અત્યારે એક ન્યુ ફર્મ ચાલી રહ્યો છે. કોઈપણને પોતાનું પીકચર કવરની અંદર સેટ કરાવું હોય તો કરી શકે છે.
આમ પોતાની ડીઝાઈનથી કસ્ટમાઈઝેડ કરવું હોય તો એ કરી શકે છે. આપણી પાસે ૧૦૦ રૂપીયાથી લઈને ૩૦૦૦ સુધીના કવર ઉપલબ્ધ છે. જે પ્લેઈન કવરમાં આવે છે. રેડ, બ્લ્યુ જેવા સીમ્પલ કલરના કવર એજેડ લોકો પસંદ કરે છે.
દેવ મોબાઈલ: બોયઝ માટે ખાસ લેધર અને ટેટુવાળા કવર
દેવ મોબાઈલના તોસિફભાઈએ જણાવ્યું કે મારી શોપમાં પ્રીન્ટેડ, ફોટોપ્રીન્ટવાળા, લેધર ફીનીશીંગ વાળા કવર છે. ડાયમંડવાળા, પ્લાસ્ટીક કોટીંગ વાળા કવર પણ છે. ગર્લ્સમાં ડાયમંડ છે. ઝરીવાળા છે. પ્લાસ્ટીકમાં જેપ્લવિરના છે. પેપર કવર છે. બોયઝમાં લેધર તેનીસીંગ વાળા પ્લસ, ટેટુવાળા આવ્યા છે જે સ્માઈલી છે. ૧૫૦થી લઈને ૧૦૦૦ સુધીનાં કવર અમે રાખીએ છીએ એજડ લોકો ફલીપકવર છે. જે સેફટીવાળા છે. એ યુઝ કરે છે. મારા પાસે દરેક બ્રાન્ડના કવર છે. અહી બધી જ જાતના કવર ઉપલબ્ધ છે.