દેશના વિવિધ શહેરોમાં આઇપીએલનું બ્રાન્ડિંગ થાય તેવા હેતુથી બીસીસીઆઇ દ્વારા ચોક્કસ શહેરોની પસંદગી કરવામાં આવી છે. તેના ભાગરૂપે રાજકોટના રેસકોર્ષના ગ્રાઉન્ડમાં આજે સાંજથી આઇપીએલ જેવો જ રોમાંચ સર્જાશે.

3 2રેસકોર્ષમાં આશરે ર૦૦થી ૩૦૦ ફૂટના ઓરસચોરસ વિસ્તારમાં દસ હજાર લોકો એલઇડી સ્ક્રીન પર લાઇવ મેચ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ રસીકો માટે વિનામૂલ્યે હાઇટેક ૩૨/૧૮ ફૂટની એલઇડી સ્ક્રીન પર મેચની મોજ માણી શકશે. તેમજ સીનીયર સીટીઝન અને બાળકો માટે પણ બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાજકોટમાં જ આઇપીએલનો મેચ હોય તેમ ક્રિકેટપ્રેમીઓ રેસકોર્ષમાં ઉમટી પડશે.

2 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.