કોરોના મહામારીએ દેશના અનેક લોકોને વ્યવસાઈ પર અસર કરી છે અને ઘણા લોકોના ધંધા ઠપ થઈ ગયા છે, તો ઘણા લોકોની નોકરીએ જતી રહી છે. કોરોનાને કારણે આર્થિક મુજવણમાં આવેલા ઘણા લોકો આપઘાત કર્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ફરી વાર આણંદમાં સામુહિક આપઘતની ચકચારી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના જીવનદીપ સોસાયટીમાં રહેતા એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં માતા,પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોએ આપઘાત કર્યાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં માતા અને પુત્રનું મોત નિપજ્યું છે અને પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાને લઈને આણંદ ટાઉન પોલીસ દ્વાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વિદ્યાનગર ખાતે આવેલા મિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળતા પુત્રીનો જીવ બચ્યો છે. જ્યારે 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલી C-13, સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. આ મામલે પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું ભાવિન સોનીનાં નિવેદનથી કેસમાં આવ્યો નવો વળાંક આવ્યો છે. જેમાં જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ આ પરિવાર પાસેથી 32 લાખ ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ-વડોદરાના 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.