સુરતના જાણીતા ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું 84 વર્ષની જૈફ વયે સવારે 6 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ભગવતીકુમાર શર્માના અવસાનના સમાચાર સાહિત્ય જગતમાં અને શહેરમાં વાયુ વેગે પ્રસરતા સમગ્ર સાહિત્ય જગત અને સુરત શહેર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયું છે. અંતિમયાત્રા સાંજે તેમના નિવાસસ્થાન પવિત્રા રો હાઉસ, આનંદ મહલ રોડથી નીકળી કુરુક્ષેત્ર જહાંગીરપુરા જશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે, ભગવતી કુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારીતા ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે. વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું છે કે, પોતાની લેખની કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં ભગવતીકુમાર શર્માનું પ્રદાન સદા કાળ આપણને યાદ રહેશે.
Saddened by the demise of Gujarati author and journalist Shri Bhagwatikumar Sharma Ji. I pray for his soul to attain eternal peace. My condolences to his family.
— Vijay Rupani (@vijayrupanibjp) September 5, 2018